________________
ક્ષપકશ્રેણી:00: SVR SVR
ઉપમારહિત, સ્વાભાવિક નાશરહિત, બાધા (પીડા) રહિત,ત્રણ રત્નના સારભૂત મોક્ષ સુખને અનુભવે છે.
સિધ્ધ ભગવંતો રાગ દ્વેષાદિ દોષ રહિત છે માટે શુદ્ધ, સકળ છે માટે સંપૂર્ણ, સર્વોત્તમસર્વથી અધિક છે માટે શારીરિક સુખના શિખર તુલ્ય, રોગ તો શરીરને હોય અને મુક્તિમાં શરીરજ નથી માટે રોગરહિત, સિદ્ધિસુખ જેવું સંસારમાં કોઇ જ તત્ત્વ નથી કે જેથી ઉપમા આપી શકાય માટે નિરૂપમ, વૈભાવિક વિકારો સર્વથા નાશ પામ્યા છે માટે સ્વાભાવિક અને સાંસારિક સુખની જેમ કૃત્રિમ નથી માટે સ્વાભાવિક, ક્યારે અંત નથી માટે અનિધન, રાગદ્વેષાદિક જે સુખનો બાધક છે. તેનો સર્વથા ક્ષય થયો હોવાથી અવ્યાબાધ અને જ્ઞાન-દર્શનચારિત્ર રૂપી ત્રણ રત્ન, તેની આરાધનાનું ફળભૂત હોવાથી ત્રણ રત્નના સાર સમાન આવા સિદ્ધિ સુખને કર્મરહિત થયેલા તે સિદ્ધભગવંતો અનુભવે છે.
•
ઉપસંહાર
-
તુરહિમ-નિષ્ઠા – પરમાત્મ્ય – સુરવદુશ્મન વિઠ્ઠિ થયાઓ। अत्थाअणुसरिअव्वा, વધોયસંતમા ં ||૮||
દુઃખે જાણી શકાય એવા સૂક્ષ્મબુદ્ધિને ગમ્ય, યથાસ્થિત અર્થવાળા, આનંદકારી અને બહુભાંગા છે જેને વિષે એવા દૃષ્ટિવાદ સૂત્ર થકી, બંધ, ઉદય અને સત્તાકર્મના વિશેષ અર્થો જાણવા. ૫૮૯ના
આ વિષયને વિશેષથી જાણવા ઇચ્છનાર વ્યક્તિ પ્રત્યે પૂજ્ય આચાર્ય ભગવંત કહે છે કે દુરધિગમ-ગંભીર અર્થવાળા, નિપુણ=સૂક્ષ્મબુદ્ધિથી જણાય તેવા, વાસ્તવિક અર્થવાળાસૂક્ષ્મસૂક્ષ્મતરાર્થ જાણવામાં કુશળ આત્માઓને આનંદકારી અને ઘણા ભાંગા=વિકલ્પો બતાવ્યા છે જેમાં એવા દૃષ્ટિવાદ નામના બારમાં અંગમાંથી અહીં વિષય લીધો છે. માટે જે આત્માઓને બંધ-ઉદય-સત્તા વિશે વિસ્તારથી જાણવું હોય તેમણે બારમું અંગ ભણવું... તેમાંથી તત્ત્વ જાણવું.
जो जत्थ अपडिपुन्नो, अत्थो अप्पागमेण बद्धोत्ति ।
तं खमऊण बहुसुआ, पुरेऊणं परिकहंतु ॥९०॥
અલ્પશ્રુતવાળા એવા મેં જ્યાં જે અપૂર્ણ અર્થ રચ્યો હોય તે ક્ષમા કરીને બહુશ્રુતો (તે તે અર્થની ગાથા) મેળવીને રૂડે પ્રકારે પ્રતિપાદન કરે.
૪૫૮