________________
Sherlock aralası safaie rede hele
૫૦)ત્યાર પછી સૂક્ષ્મ કિટ્ટીઓને ઉદય ઉદીરણાવડે ભોગવતો દસમા ગુણની એક આવલિકા
શેષ રહે ત્યારે ઉદીરણા વિચ્છેદ થાય છે. કારણ કે માત્ર આવલિકા જેટલું જ કર્મ હોવાથી
ઉદીરણા થાય નહીં. ૫૧)ચરમ આવલિકાને ઉદય વડે ભોગવી નાશ કરે છે પર)અહિં દશમાં ગુણ. ના ચરમ સમયે (૧) સં. લોભનો ઉદય વિચ્છેદ થાય છે. (૨) દસમું
ગુણસ્થાન પૂર્ણ થાય છે. (૩) મોહનીયનો ઉદય વિચ્છેદ થાય છે. (૪) જ્ઞાનાવરણીય
આદિ ૧૬ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે. ૫૩)અનન્તર સમયે ક્ષણમોહ ગુણ. ને પ્રાપ્ત કરે છે જ્યાં મોહનીય કર્મનો ઉદય અને સત્તા
હોય નહીં.
આ રીતે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરનાર ક્ષીણ મોહ. ગુણ માં અંતર્મુહૂર્ત રહે છે. અહીં આ ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય ત્યાં સુધી જ્ઞાનાવરણીય વિગેરેના સ્થિતિઘાતાદિ પ્રવર્તે છે અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ અંતરાય કર્મના સ્થિતિઘાતાદિક વિરામ પામે. શેષ અઘાતી પ્રકૃતિના પ્રવર્તે, નિદ્રાદિક હીન ચૌદ પ્રકૃતિ ઉદય-ઉદીરણાએ કરીને સમયાધિક આવલિકા માત્ર શેષ રહે, ત્યાં સુધી વેદે. તે પછી ઉદીરણા અટકી જાય. એટલે કે છેલ્લી આવલિકા માત્ર ઉદય વડે જ ભોગવીને નાશ કરે. એમાં દિચરમ સમયે નિદ્રાદિકનો સ્વરૂપ સત્તાની અપેક્ષાએ ક્ષય થાય અને ચરમ સમયે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અને અંતરાય-૫, આ ચૌદ પ્રકૃતિઓનો ક્ષય થાય તદનંતર સમયે જ જીવ કેવળજ્ઞાન કેવલદર્શન પામે અર્થાત સયોગી કેવલી ગુણઠાણું પામે.
સયોગી કેવલી ગુણઠાણે જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી નવ વર્ષ જૂન (દેશોન) પૂર્વ કોડ વર્ષ રહે. છેલ્લું અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે કેટલાક કેવલી સમુદ્યાત કરે. કહ્યું છે કે
यः षण्मासाधिकायुष्को, लभते केवलं ध्रुवं ।
करोत्यसौ समुद्धातमन्ये, कुर्वन्ति वा न वा ॥ જે છ મહિના કે તેથી અધિક શેષ આયુષ્યવાળા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે તે સમુઘાત નિશ્ચ કરે, બીજા કરે અથવા ન કરે.
વેદનીયાદિ અને આયુકર્મની વર્ગણા અધિક ઓછી-વિષમ હોય તે સમ કરવાને કાજે સમુદ્રઘાત કરે. તે સમુઘાત આઠ સમયનો હોય છે. પ્રથમ સમયે આત્મપ્રદેશોનો અધઃ ઉર્ધ્વ
૪૫૫