________________
ક ર્થ સપ્તતિકા કર્મગ્રંથ છી ૧૯) પ્રથમ સ્થિતિની એક આવલિકા ભોગવાયે છતે પુરૂષવેદના બંધ ઉદય વિચ્છેદ થાય છે.
તે સમયે હાસ્યાદિ નો સંપૂર્ણ ક્ષય થાય છે અને પુરૂષ વેદ સમયનૂન બે આવલિકામાં બંધાયેલ સિવાય બધું ક્ષય થાય છે. પુરૂષવેદની સત્તાને તે તેટલા કાળે સં. ક્રોધની સાથે
ઉવલના સહિત ગુણ સંક્રમ વડે અને છેલ્લે સર્વ સંક્રમ વડે ક્ષય કરે છે. ૨૦)જે પુરૂષવેદનો બંધ અને ઉદય વિચ્છેદ થયો ત્યારથી મુખ્યતયા સં. ક્રોધ ને ક્ષય કરવા માંડે છે.
સં. ક્રોધના દ્વિતીય સ્થિતિ ગત દલિકને નાશ કરતો અને પ્રથમ સ્થિતિને અંતર્મુહૂર્ત કાળ સુધી ભોગવે છે અને તે ભોગવતો આત્મા સં. ક્રોધના વેદવાના અંતર્મુહૂર્તના કાળના ત્રણ ભાગ કરે છે. અર્થાત્ અંતર્મુહૂર્તમાં ત્રણ કાર્ય થાય છે. (૧) અશ્વકરણ કરણાદ્ધા (૨)
કિટ્ટી કરણાદ્ધા અને (૩) કિટ્ટી વેદનાદ્ધા ૨૧) અશ્વકરણ કરણાદ્ધા- તેમાં પ્રથમ વિભાગમાં અશ્વકરણ કરણાધ્ધામાં વર્તતો આત્મા
અપૂર્વ સ્પર્ધકો કરે છે. તેમજ સમયજુન બે આવલિકાના બંધાયેલ પુરૂષવેદને તેટલા કાળે ક્ષય કરે છે. અપૂર્વ સ્પર્ધકોનું વર્ણન ઉપશમ શ્રેણીમાં જણાવ્યા પ્રમાણે સમજવું.
(જુઓ પા. ૪૪૩) ૨૨) કિટ્ટી કરણાધા – બીજા વિભાગમાં કિટ્ટીઓ કરે તેનું વર્ણન પણ ઉપશમ શ્રેણીમાં
બતાવ્યા પ્રમાણે જાણવું. (જુઓ. પા. ૪૪૪) કિટ્ટીઓ પરમાર્થથી તો અનંતી હોય છે પરંતુ અહીં એક કષાયની ત્રણ ત્રણ કલ્પવી અર્થાત્
એક એક કલ્પેલી કિટ્ટીમાં અનંતી અવંતી કિટ્ટીઓનો સમાવેશ જાણવો. ૨૩) તેમાં પ્રથમ કિટ્ટી (જઘન્ય રસવાળી) ના રસ કરતાં બીજી કિટ્ટીનો રસ અનંત ગુણ.
અધિક, તેના કરતાં ત્રીજી કિટ્ટીનો રસ અનંતગુણ અધિક એમ દરેક કષાયમાં સમજવું. ૨૪) ક્રોધના ઉદયમાં શ્રેણી આરંભનારની અપેક્ષાએ એક એક કષાયની ત્રણ હોવાથી ૧૨ કિટ્ટીઓ કરે પરંતુ માનના ઉદયમાં શ્રેણી આરંભનાર ક્રોધની કિટ્ટીઓ ન કરે પરંતુ તેને
સ્ત્રીવેદારૂઢ જેમ પુરૂષવેદનો ક્ષય કરે તેમ સં. ક્રોધનો ક્ષય કરે. . ૨૫) તે જ રીતે માયાના ઉદયે શ્રેણી આરંભ કરનારને માયા અને લોભની છ કિટ્ટીઓ થાય અને
લોભના ઉદયે શ્રેણી આરંભનાર લોભની ત્રણ કિટ્ટીઓ કરે અને સં. ક્રોધ માન, અને
માયાનો પુરૂષવેદની જેમ ક્ષય કરે. ૨૬) કિટ્ટી વેદનાધા-સં. ક્રોધના ઉદયમાં વર્તતો જીવ કિટ્ટી કરણાધાના પછીના સમયથી
૪૫૧