________________
R ચ્છન્ન સપ્તતિકા કર્મગ્રંથ ૨૨૦
જ આ ગુણસ્થાનકનું નામ પણ અપૂર્વકરણ ગુણસ્થાનક છે. અપૂર્વકરણનું વર્ણન પણ
પૂર્વની જેમ જાણવું. અહિં અનધ્યમાન અશુભ પ્રવૃત્તિઓનો ગુણસંક્રમ પણ થાય છે. ૩) અપૂર્વકરણનો એક સાતમો ભાગ ગમે છતે નિદ્રા પ્રચલાનો બંધ વિચ્છેદ થાય. ૪) સાતીયા છ ભાગ (ભાગ) ભાગ ગયે છતે નામકર્મની ત્રીસ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થાય છે. ૫) અપૂર્વકરણના ચરમ સમયે હાસ્ય રતિ-ભય-અને જુગુપ્સા મોહનીયનો બંધ વિચ્છેદ થાય છે. ૬) અપૂર્વકરણ – પ્રથમ સમયે સાત કર્મનો બંધ અને સ્થિતિસત્તા અંતઃકોડાકોડી સાગઇ હતી
તેના કરતાં અપૂર્વકરણના ચરમ સમયે સંખ્યાત ગુણ હીન અંતઃકોડાકોડી સ્થિતિબંધ અને સ્થિતિસત્તા હોય છે. અહીં અપ્રત્યા, પ્રત્યા, કષાયનો તેવી રીતે ક્ષય કરે જેથી અનિવૃત્તિકરણમાં પ્રથમ સમયે પલ્યોઅસર ભાગ હોય. અનિવૃત્તિકરણ – ત્યાર પછી અનન્તર સમયે અનિવૃત્તિકરણ કરે છે. અહિં ત્રિકાળવર્તિ (એટલે) ભૂતકાળમાં આ નિવૃત્તિ કરનાર વર્તમાનકાળે આ કરણ કરનાર અને ભવિષ્યકાળમાં આ કરાણ કરનારા જીવોના પરસ્પર સમાન અધ્યવસાય હોય છે અને તેથી જ આ ગુણસ્થાનકનું નામ અનિવૃત્તિકરણ છે.
જો કે ઉપશમશ્રેણી કરનારના અનિવૃત્તિકરણના અધ્યવસાય કરતાં ક્ષપકશ્રેણી કરનારની વિશુદ્ધિ દિગુણ હોય છે. છતાં ઉપશામક જીવોને પરસ્પર સમાન અને ક્ષેપકને પરસ્પર સમાન અધ્યવસાય હોય છે. માટે અનિવૃત્તિકરણ જ કહેવાય છે. આ કરણનું કેટલુક
વર્ણન પણ પૂર્વની જેમ જાણવું. ૮) વિશેષ-અનિવૃત્તિકરણના પ્રથમ નવમા ભાગમાં સ્થાવર સૂક્ષ્મ તિર્યચકિક, નરકદિક આપી
ઉદ્યોત જાતિચતુષ્ક સાધારણ એ તેર નામ કર્મની અને સિદ્ધિ ત્રિક એમ ૧૬ પ્રકૃતિનો ઉદ્ગલના અને ગુણસંક્રમ વડે સંક્રમાવતો ક્ષય કરે છે અને ઉદયાવલિકાનો સિબુક સંક્રમવડે સંક્રમાવી નાશ કરે છે. તેથી નવમાં ગુણસ્થાનકના બીજા ભાગે આઠ કર્મની ૧૨૨ની સત્તા
રહે છે. ૯) ત્યાર પછી બીજા ભાગે અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદ્વલના અનુવિધ્ધ
ગુણસંક્રમવડે સંક્રમાવતો ઉદયાવલિકા રહિત સર્વ તે કષાયોને સંક્રમાવી નાશ કરે છે અને એક આવલિકા જેટલું બાકી રહે તે સિબુક સંક્રમવડે સંક્રમાવી નાશ કરે છે. તેથી નવમા ગુણ. ના બીજા ભાગના અંતે આઠ કષાયનો ક્ષય થવાથી સર્વ કર્મની ૧૧૪ની સત્તા રહે છે.
૪િ૪૯)