Book Title: Saptatika Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Aatmshreya Charitable Trust

View full book text
Previous | Next

Page 455
________________ ઈક્ષિપક્મણીes ૧૦)ત્યારપછી નવનોકષાય અને ચાર સંજવલન એમ તેર પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. તેમાં જે વેદ અને જે કષાયનો ઉદય હોય તેની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્તની રાખે છે. શેષ ૧૧ પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ એક આવલિકા રાખે છે. અંતરકરણના દલિકનો પ્રપવિધિ ઉપશમ શ્રેણીમાં જણાવ્યા પ્રમાણે સમજવો. ૧૧) એક સ્થિતિઘાતના કાળમાં અંતરકરણની ક્રિયા પૂર્ણ કરે છે. એટલે કે નવો સ્થિતિઘાત નવો સ્થિતિબંધ અને અંતરકરણની ક્રિયા સાથે શરૂ થાય છે અને સાથે પૂર્ણ થાય છે. એટલે એક સ્થિતિઘાતના પ્રમાણવાળા અંતર્મુહૂર્તમાં અંતરકરણ કરે છે. ૧૨) અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછી નપુંસક વેદને વિશેષ કરીને ઉદ્ગલનાનુવિદ્ધ ગુણસંક્રમવડે સંક્રમાવી નાશ કરે છે. જો કે અપૂર્વકરણથી અશુભઅવધ્યમાન પ્રકૃતિઓનો ઉદ્દલના સહિત ગુણસંક્રમ શરૂ થઈ જાય છે. તો પણ જેનો પ્રથમ ક્ષય કરવાનો હોય તેનો વિશેષ પ્રમાણમાં ઉવલના સહિત ગુણસંક્રમ કરે છે.નપુંસક વેદના ઉદયે શ્રેણી ન ચડ્યો હોય તો તેની પ્રથમ સ્થિતિ એક આવલિકા હોય, તેને સ્ટિબુક સંક્રમવડે સંક્રમાવી નાશ કરે છે. ૧૩) આ રીતે નપું.ની સત્તાનો ક્ષય થયે છતે મોહનીયની ૧૨ ની સત્તા રહે છે અને આઠ કર્મની ૧૧૩ ની સત્તા રહે છે. ૧૪) નપુંસક વેદની જેમ સ્ત્રીવેદનો પણ અંતર્મુહૂર્ત કાળે ઉવલનાનુવિદ્ધ ગુણસંક્રમ વડે ક્ષય કરે છે. ત્યારે મોહનીયની ૧૧ અને સર્વ કર્મની ૧૧૨ ની સત્તા હોય છે. ૧૫) ત્યાર પછીથી હાસ્યાદિ છે અને પુરૂષવેદનો ક્ષય કરવા માંડે છે. તે વખતે પુરૂષ વેદની પ્રથમ સ્થિતિનો ઉદયવતી હોય તો ભોગવીને નાશ કરે છે. ૧૬) તેની પ્રથમ સ્થિતિ એ આવલિકા શેષ હોય ત્યારે આગાલ વિચ્છેદ થાય છે. એટલે કે બીજી સ્થિતિમાંથી દલિયા લાવી ઉદયાવલિકામાં નાખતો નથી. ૧૭) તેમજ પ્રથમ સ્થિતિ સમયનૂન બે આવલિકા શેષ હોતે છતે પુરૂષવેદ અપતટ્ઠહ થાય છે. એટલે હાસ્યાદિના બીજી સ્થિતિના ઉવેલાતા દલિયા પુરૂષવેદમાં ન નાખતાં સંજવલન ક્રોધાદિમાં નાખે છે. ૧૮) પુરૂષદની પ્રથમ સ્થિતિ એક આવલિકા શેષ રહે ત્યારે તેની ઉદીરણા વિચ્છેદ થાય છે. ત્યાર પછી. ૪૫૦

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466