________________
80000 ઉપશમ સમ્યકત્વ 000
પ્રથમસ્થિતિ – અંતરકરણ – બીજીસ્થિતિ
૬) ઉદય સમયથી અંતર્મુહૂર્તના કાળમાં જે દલિકો છે, જેને ખાલી કરતો નથી. પરંતુ ભોગવીને નાશ કરશે તે પ્રથમસ્થિતિ અથવા નીચેની સ્થિતિ કહેવાય છે.
તે
૭) વચ્ચે અંતર્મુહૂર્તની સ્થિતિના દલિયા ખાલી કરવા તે અંતરકરણ, તે પ્રથમ સ્થિતિ કરતા મોટું અંતર્મુહૂર્તનું પ્રમાણ છે.
૮) અંતરકરણની પછીની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે, તે બીજી સ્થિતિઉપરની સ્થિતિ કહેવાય છે.
૯) અંતરકરણની ક્રિયા એક સ્થિતિઘાત – સ્થિતિબંધના કાળમાં થઈ જાય છે.
૧૦) નવો સ્થિતિઘાત નવો સ્થિતિબંધ અને અંતરકરણની ક્રિયા સાથે શરૂ થાય છે અને સાથે પૂર્ણ થાય છે.
૧૧) અંતરકરણના દલિક મિથ્યાત્વની પ્રથમ અને દ્વિતીય બન્ને સ્થિતિમાં પ્રતિ સમયે અસંખ્ય ગુણાકારે નાખે છે. કારણ કે જેનો બંધ અને ઉદય હોય તેના અંતરકરણના દલિયા બન્ને સ્થિતિમાં નાંખવાના હોય છે. જો ઉદય હોય અને બંધ ન હોય તો પ્રથમ સ્થિતિમાં નાખે, જો બંધ હોય અને ઉદય ન હોય તો બીજી સ્થિતિમાં નાખે, અને બંધ-ઉદય બંને ન હોય તો
પર પ્રકૃતિમાં નાખે. અહીં મિથ્યાત્વનો બંધ-ઉદય બન્ને છે. માટે બન્ને સ્થિતિમાં નાખે છે. ૧૨) મિથ્યાત્વની પ્રથમ સ્થિતિને ભોગવતા ભોગવતા અંતર્મુહૂર્ત કાળે અંતરકરણની ક્રિયા પૂર્ણ થાય છે. હજુ પ્રથમ સ્થિતિનો ઉદય હોય છે.
૧૩) અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછી મિથ્યાત્વની બીજી સ્થિતિમાં રહેલ દલિકને ઉપશમાવવા માંડે છે. પ્રથમ સમયે થોડું, બીજા સમયે અસંખ્ય ગુણ એમ પ્રથમ સ્થિતિ ભોગવવાના ચરમ સમય સુધી જાણવું.
૧૪) પ્રથમ સ્થિતિ ઉદય અને ઉદીરણા વડે ભોગવતાં બે આવલિકા જેટલી બાકી રહે ત્યારે આગાલ વિચ્છેદ થાય છે. એક આવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા અટકે છે. પ્રથમ સ્થિતિની છેલ્લી આવલિકાને ઉદય વડે ભોગવે છે.
૧૫) આગાલ એટલે બીજી સ્થિતિમાં દલિયા આકર્ષી ઉદયાવલિકામાં નાખવા તે.
૧૬) પ્રથમ સ્થિતિના ચરમ સમયે વર્તતો જીવ અંતરકરણની ઉપરની બીજી સ્થિતિના દરેક સમયના દલિકના ત્રણ પુંજ કરે છે. એટલે મિથ્યાત્વની અંતઃકોડાકોડીની બીજી સ્થિતિના ત્રણ ભાગ અંતઃ કોડાકોડી જેટલા લાંબા ત્રણ ભાગ (ઉભા ત્રણ ટુકડા)
૪૩૦