________________
Mઉપશમ સમ્યકત્વઈચ્છ ૭) રસઘાત – સત્તામાં રહેલી અશુભ પ્રકૃતિઓના રસના અનંતા ભાગ કરી એક અનંતમો
ભાગ બાકી રાખી બીજા અનંતા ભાગોનો અંતમૂહુર્ત નાશ કરે છે. વળી બાકી રહેલા અનંતમા ભાગના રસના અનંતા ભાગ કરી એક અનંતમો ભાગ બાકી રાખી બીજા અનંતા ભાગોનો નાશ કરે છે. આવા રસઘાત એક સ્થિતિઘાતના કાળમાં હજારો થાય છે અને અપૂર્વકરણના કાળમાં હજારોવાર હજારો રસધાત થાય છે. ગુણશ્રેણી - ઉપરની ખંડન કરાતી સ્થિતિના દલિયાને નીચે ઉતારી ઉદય સમયથી અસંખ્યગુણાકારે અંતર્મુહૂર્તની સ્થિતિમાં ગોઠવવા તે, આ ગુણશ્રેણીનું અંતર્મુહૂર્ત અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના બન્નેના કાળ કરતાં થોડું મોટું જાણવું. ગુણશ્રેણીનાં અંતર્મુહૂર્તના છેલ્લા સમયને ગુણશ્રેણીનું શીર્ષ કહેવાય છે. ગુણશ્રેણીના પ્રથમ સમયથી ગુણશ્રેણીના મસ્તક સુધીમાં અસંખ્ય ગુણાકારે દલિયા ગોઠવે છે. એટલે કે ઉદય સમયમાં થોડ, બીજા સમયમાં અસંખ્ય ગુણ, ત્રીજા સમયમાં અસંખ્ય ગુણ. એમ શ્રેણીના શીર્ષ સુધી સમજવું વળી જે ઉપરની સ્થિતિમાંથી દલીયા ઉકેરે છે, તે પણ અસંખ્ય ગુણાકારે ઉપાડે છે. એટલે પ્રથમ સમયે થોડા, બીજા સમયે અસંખ્ય ગુણ ત્રીજા સમયે અસંખ્ય ગુણ, એમ થાવત્ અંતર્મુહૂર્તના ચરમ સમય સુધી. ગુણશ્રેણીની રચના શેષ-શેષ સમયોમાં થાય છે. એટલે પ્રથમ સમયે અંતર્મુહૂર્ત સુધી, બીજા સમયે પ્રથમ સમય જવાથી બીજા સમયથી અંતર્મુહૂર્ત – એટલે પ્રથમ સમયે ગોઠવ્યા છે ત્યાં સુધી. અર્થાત્ ગુણશ્રેણીનું મસ્તક આગળ વધતું નથી. જેમ પ્રથમ સમયે ૧ થી ૫. સમય બીજા સમયે ૨ થી ૫. સમય ત્રીજા સમયે ૩ થી ૫. સમય અપૂર્વ સ્થિતિબંધ – અપૂર્વકરણના પ્રથમ સમયથી નવો સ્થિતિબંધ શરૂ થાય. તેટલો તેટલો સ્થિતિબંધ એક અંતર્મુ. સુધી થાય. પછીના અંતર્મુ.માં પલ્યો. સંખ્યાતમે ભાગે ન્યૂન નવો સ્થિતિબંધ થાય. તેટલો – તેટલો સ્થિતિબંધ બીજા અંત સુધી થાય છે. જો કે અંતર્મુહૂર્તના દરેક સમયમાં કંઈક કંઈક ન્યૂન સ્થિતિબંધ થાય, પરંતુ ઘણો જૂન ન થવાથી સરખો કહ્યો છે. આ રીતે અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત પલ્યો. (અ) સંખ્યાતમે ભાગે હીન હીન સ્થિતિબંધ કરે તે.
૪૨૮