________________
c hochola asası safzie brood locale
અપૂર્વ સ્પર્ધક.
આ રીતે પ્રથમ વિભાગમાં અપૂર્વ સ્પર્ધકો કરે. અર્થાત્ રસ અનંત ગુણ હીન કરે. ૩૭)કિટ્ટિકરણોદ્ધા
ત્યારપછી પૂર્વ સ્પર્ધકો અને અપૂર્વ સ્પર્ધકોની વર્ગણાઓ ગ્રહણ કરી રસ અનંત ગુણ હીન કરે અને વર્ગણાઓનો એકોત્તેર વૃદ્ધિ ક્રમ પણ ન રહે તે કિટ્ટ કહેવાય, લોભ વેદવાના કાળના બીજા તૃતીયાંશ ભાગમાં કિઠ્ઠિઓ કરે છે. ૩૮)બાદર સં. લોભને વેદતો છતો પ્રથમ સ્થિતિ ત્રણ આવલિકા બાકી રહે ત્યારે અપ્ર. પ્રત્યા.
લોભના દલિયા સં. લોભમાં ન નાખે પરંતુ સ્વસ્થાનને જ ઉપશમાવે. સં. લોભની પ્રથમ સ્થિતિ એ આવલિકા શેષ રહે ત્યારે આગાલ વિચ્છેદ થાય અને એક આવલિકા શેષ રહે
ત્યારે સં. લોભનો બંધ-બા. સં. નો ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય તે વખતે. ૩૯)(૧) નવમું ગુણસ્થાનક પૂર્ણ થાય
(૨) બાદર સં. લોભનો ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય. (૩) સં. લોભનો બંધ વિચ્છેદ થાય. (૪) અપ્રત્યા, પ્રત્યા, લોભનો સંપૂર્ણ ઉપશમ થાય. (૫) સં. લોભની પ્રથમ સ્થિતિ એક આવલિકા તથા સમયનૂન બે આવલિકામાં બંધાયેલ
દલિયું અને કિટ્ટીઓ સિવાયનું સં. લોભનું બાકીનું બધું દલિયું ઉપશમ પામે. ૪૦)અનન્તર સમયે બીજી સ્થિતિમાંથી કેટલીક કિટ્ટીઓ આકર્ષીને પ્રથમ સ્થિતિ રૂપે ગોઠવે છે.
એટલે સૂક્ષ્મ સંપરાયના કાળ પ્રમાણ-અંતર્મુહૂર્ત સુધી ઉદયમાં આવે તે રીતે પ્રથમ સ્થિતિ
રૂપે બનાવે છે અને ભોગવે છે. ૪૧)પ્રથમ સ્થિતિ રૂપ કરેલ કિઠ્ઠિઓને ઉદય-ઉદીરણા વડે ભોગવતો જીવ સૂમ સંપરાય
કહેવાય છે.
સૂક્ષ્મ સંપરાયમાં વર્તતો જીવ દ્વિતીય સ્થિતિમાં રહેલ સમયગૂન બે આવલિકા કાળમાં બંધાયેલા બાદર લોભને તેટલા કાળે તથા સૂક્ષ્મ કિઠ્ઠિઓને પણ સમયે સમયે સાથે ઉપશમાવે છે.
વળી બાદર સં. લોભની પ્રથમ સ્થિતિમાં રહેલ એક આવલિકાને સ્તિબક સંક્રમ વડે સૂક્ષ્મ
કિઠ્ઠિઓમાં સંક્રમાવી નાશ કરે છે. ૪૨)સૂક્ષ્મ કિટ્ટીઓને ભોગવતો અને શેષ સં. લોભને ઉપશમાવતો સૂક્ષ્મ સંપરાય ગુણ.ના ચરમ
સમય સુધી જાય છે.
૪૪૫