________________
ઋઉિપશમ શ્રેણી
અને સં. માયાની પણ પ્રથમ સ્થિતિ એક આવલિકા તથા બીજી સ્થિતિમાં સમયનૂન બે
આવલિકામાં બંધાયેલ દલિક સિવાય બધું ઉપશમ થઈ જાય છે. ૩૫) જ્યારથી સં. માયાના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે, ત્યારથી સં. લોભની બીજી
સ્થિતિમાંથી દલિયા આકર્ષી પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે અને વેદે છે. તે વેદતો છતો અપ્રત્યા. પ્રત્યા. લોભ અને બાદર સં. લોભને ઉપશમાવવાનું કાર્ય શરૂ કરે છે અને તેની સાથે સાથે સં. માયાના સમયગૂન બે આવલિકાના કાળમાં નવા બંધાયેલા દલિકોને પણ ઉપશમાવે છે અને સં. માયાની પ્રથમ સ્થિતિની એક આવલિકાને સિબુક સંક્રમ વડે
સં. લોભમાં સંક્રમાવી નાશ કરે છે. ૩૬) તેમજ સં. લોભને વેદતો છતો લોભ વેદવાના અંતર્મુહૂર્તના કાળના, ત્રણ ભાગ કરે છે તેમાં
પ્રથમ વિભાગમાં અપૂર્વ સ્પર્ધકો કરે છે. પૂર્વ સ્પર્ધકો
જ્યારે કાર્મણ વર્ગણા ગ્રહણ કરી કર્મ રૂપે આત્મ સાથે ચોટે છે ત્યારે તે પરમાણુઓમાં કષાય સહિત વેશ્યાથી ઉત્પન્ન થયેલ અધ્યવસાયો વડે દરેક પરમાણુમાં સર્વ જીવ કરતાં અનંતગુણ રસ ઉત્પન્ન થાય છે. તેમાં સર્વથી અલ્પ અને પરસ્પર સમાન રસાશવાળા કેટલાક પરમાણુઓનો સમૂહ તેનું નામ પ્રથમ વર્ગણા. તેનાથી એક અધિક રસાંશવાળા કેટલાક કર્મ પરમાણુઓનો સમૂહ તે બીજી વર્ગણા. એક અધિક રસાશવાળા કેટલાક કર્મ પરમાણુઓનો સમૂહ તે ત્રીજી વર્ગણા. આમ એક-એક (એકોત્તેર) વૃધ્ધિવાળી અભવ્યથી અનંતગુણ વર્ગણા બને છે. તેનું નામ પ્રથમ સ્પર્ધક-પૂર્વ સ્પર્ધક.
પછી એક અધિક રસાશવાળા કર્મ પરમાણુઓ નથી. બે અધિક રસાંશવાળા કર્મ પરમાણુઓ હોતા નથી. પરંતુ પ્રથમ સ્પર્ધકની છેલ્લી વર્ગણા કરતાં સર્વ જીવ કરતાં અનંતગુણ રસવાળા કર્મ પરમાણુઓ હોય તેવા સમાન રસાશવાળા કર્મ પરમાણુઓનો સમૂહ તેનું નામ બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા. પછી પ્રથમ સ્પર્ધકની જેમ અભિવ્યથી અનંતગુણી એકોતેર વૃદ્ધિવાળી વર્ગણાઓ થાય તેનું નામ બીજુ રૂંધક.
એમ એક સમયે ગ્રહણ કરેલ કર્મ પરમાણુઓમાંથી આવા અનંતા સ્પર્ધકો બને. તે બધા સ્પર્ધકોનો સમૂહ તેનું નામ એક રસસ્થાન.
અપૂર્વ સ્પર્ધક-આમ જીવે પહેલાં બાંધેલા રસસ્થાનના પૂર્વ સ્પર્ધકોમાંથી વર્ગણાઓ ગ્રહણ કરી તેના રસને અનંતગુણ હીન કરે. પરંતુ એકોત્તેર વૃદ્ધિનો ક્રમ રહેવા દે તેનું નામ
૪૪૪