________________
ઉપશમ શ્રેણી ૨૬) અંતરકરણની ક્રિયા શરૂ પછી, પછીના સમયથી પ્રથમ નપુંસકવેદને ઉપશમાવે છે. તેમાં
પ્રથમ સમયે થોડું દલિક, બીજા સમયે અસંખ્યગુણ, ત્રીજા સમયે અસંખ્યગુણ એમ થાવત્
અંતર્મુહૂર્ત સુધી ઉપશમાવે. તેમજ પ્રતિ સમયે જે દલિક ઉપશમાવે છે તેના કરતાં પર પ્રકૃતિમાં અસંખ્યગુણ દલિક સંક્રમાવે છે. એટલે પ્રથમ સમયે ઉપશાન્ત દલિક કરતાં પરમાં અસંખ્યગુણ નાખે છે. એમ અંતર્મુહૂર્તના દિચરમ સમય સુધી જાણવું.
ચરમ સમયે પરમાં નાખે તેના કરતાં ઉપશમ પામતું અસંખ્ય ગુણ સમજવું.
આમ અંતર્મુહૂર્ત કાળે નપુંસક વેદ ઉપશાન્ત થાય છે. ૨૭) નપુંસક વેદ ઉપશમાવ્યા પછી હજારો સ્થિતિબંધ ગયે છતે નપુંસકવેદમાં કહ્યા પ્રમાણે
અંતર્મુહૂર્તકાળે સ્ત્રીવેદ ઉપશમાવે છે. ૨૮) ત્યાર પછી હજારો સ્થિતિબંધ ગયે છતે પુરૂષવેદ અને હાસ્યાદિ છે ને ઉપશમાવવાનું કાર્ય
સાથે પૂર્વોક્ત રીતે કરે છે.
સાત પ્રકૃતિને ઉપશમાવતો જો પુરૂષવેદે શ્રેણી આરંભી હોય તો પુરૂષવેદની પ્રથમ સ્થિતિ બે આવલિકા બાકી હોય ત્યારે આગાલ વિચ્છેદ થાય છે તેમજ હાસ્યાદિના દલિયા પુરૂષવેદમાં ન નાખે પરંતુ સંજવલનમાં નાખે અને એક આવલિકા બાકી હોય ત્યારે ઉદીરણા વિચ્છેદ થાય છે અને પ્રથમ સ્થિતિ એક આવલિકા છે. તે ઉદય વડે ભોગવે. પ્રથમ સ્થિતિ પૂર્ણ થાય તે વખતે હાસ્યાદિ છ સંપૂર્ણ ઉપશાન્ત થયેલા હોય છે.
પુરૂષવેદની પ્રથમસ્થિતિ એક સમયની અને દ્વિતીય સ્થિતિમાં સમયગૂન બે આવલિકામાં બંધાયેલ દલિક બાકી હોય છે. બીજુ પુરૂષવેદનું દલિક પણ ઉપશમ થઇ જાય છે. પછીના સમયે અવેદક થાય છે. ૨૯) જ્યારથી અવેદક થયો ત્યારથી અપ્રત્યા. પ્રત્યા. અને સંજવલન ક્રોધ એમ ત્રણ ક્રોધને
ઉપશમાવવાનું શરૂ કરે છે. સાથે સાથે સમયનૂન બે આવલિકા કાળમાં બાંધેલું પુરુષવેદનું
દલિયું પણ તેટલા કાળે ઉપશમાવે છે. ૩૦) સંજવલન ક્રોધના ઉદયમાં શ્રેણી આરંભ કરનારને ક્રોધની પ્રથમ સ્થિતિ સમયનૂન ત્રણ
આવલિકા બાકી રહે છતે અપ્રત્યા. પ્રત્યા.ના દલિયા સંજવલન ક્રોધમાં ન નાખે પરંતુ સંજવલન માનાદિમાં નાખે. એટલે કે સં. ક્રોધ બંધ હોવા છતાં અપતટ્ઠહ બને છે.
૪૪૨