________________
આ ઉપશમ શ્રેણી અહીં પ્રતિ સમયે ત્રિકાળવર્તી જીવોના અધ્યવસાય પરસ્પર સરખા ફેરફાર વિનાના હોય છે.
તેથી આ ગુણસ્થાનકનું નામ પણ અનિવૃત્તિકરણ છે. ૧૪)અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી સાત કર્મના દેશોપશમના નિધતિ અને નિકાચના વિચ્છેદ
થાય છે. ૧૫) અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી યાવત્ ઉપશાન્ત મોહ. ગુણ. સુધી સાત કર્મની સ્થિતિ
સત્તા અંતઃકોડાકોડી સાગરોપમની હોય છે. પરંતુ અહીં નિવૃત્તિગુણ. માં સાતે કર્મનો બંધ અંતઃકોડાકોડી સાગરોપમ (પંચસંગ્રહના મતે અંતઃકોડા કોડી સાગરોપમ) હોય છે. પછી
બંધ ઘટતો જાય છે એટલે ૧૬)ત્યારબાદ હજારો સ્થિતિબંધ ગયે છતે સહસ્ત્રપૃથક્ત સાગરોપમ પ્રમાણ સાત કર્મનો
બંધ થાય છે. ૧૭) ત્યારબાદ અનુક્રમે હજારો-હજારો સ્થિતિબંધના આંતરે–આંતરે અનુક્રમે અસંજ્ઞી પંચિ
ચઉરિન્દ્રિય-તે ઇન્દ્રિય-બેઇન્દ્રિય-અને એક સમાન સ્થિતિબંધ થાય છે. ૧૮)ત્યારબાદ હજારો સ્થિતિબંધ ગયે છતે ક એક પલ્યોપમપ્રમાણ સ્થિતિબંધ થાય છે. ૧૯) ત્યાર પછી હજારો સ્થિતિબંધ ગયે છતે અનુમે દેશઘાતી રસબંધ શરૂ થાય છે. એટલે કે
તે પ્રકૃત્તિઓનો અત્યાર સુધી સર્વઘાતી રસબંધ હતો. હવે દેશઘાતી રસ બંધાય તે આ પ્રમાણે. પ્રથમ હજારો સ્થિતિબંધ ગયે છતે દાનાન્તરાય અને મન:પર્યવજ્ઞાના. નો ત્યાર પછી હજારો સ્થિતિબંધ પછી લાભાન્તરાય, અવધિદિકનો દેશઘાતી રસ બાંધે. હજારો સ્થિતિબંધ પછી ભોગાન્તરાય, શ્રુતજ્ઞાના. અચક્ષુ.દર્શના હજારો સ્થિતિબંધ પછી ચક્ષુદર્શનાવરણનો હજારો સ્થિતિબંધ પછી ઉપભોગાન્તરાય, મતિજ્ઞાના. નો
હજારો સ્થિતિબંધ પછી વીર્યાન્તરાયનો દેશઘાતી રસબંધ થાય છે. ૨૦)ત્યાર પછી હજારો સ્થિતિબંધ ગયે છતે મોહનીયની ૨૧ પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. તેમાં
(૧) કોઇ પણ વેદ અને (૨) કોઈપણ એક સંજવલન કષાયની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્તની રાખે છે અને બાકીની ૧૯ પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ એક અવલિકા રાખે છે. અંતરકરણ
કર્યા પછી મોહનીયનો એક ઠાણીયો રસ બંધાય. * જો કે અહીં કમ્મપયડી-પંચસંગ્રહ વિગેરેમાં સ્થિતિબંધનું વિસ્તારથી વિભાગ પ્રમાણે વર્ણન છે, પરંતુ અહીં ઘણો વિસ્તાર લખ્યો નથી તે ગ્રંથોમાંથી જાણી લેવું.
૪૪૦