________________
ઈ
ર્ણ સપ્તતિકા કર્મગ્રંથ
૨૭.
૩) દર્શન સપ્તકનો ક્ષય કરનાર મોહનીયની ૨૧ ની સત્તાવાળો ક્ષાયિક સમ્યકત્વી. આ ત્રણે
પ્રકારના જીવો ઉપશમ શ્રેણી પ્રારંભે છે. તેમાં કરણકાળ પૂર્વે અંતર્મુહૂર્ત સુધી પ્રતિ સમયે
અનંતગુણ વિશુધ્ધિવંત ૪) સાતમાં ગુણ સ્થાનકે યથાપ્રવૃત્ત કરણ કરે
(કરણનું વર્ણન પ્રથમ કહ્યા મુજબ યથાયોગ્ય જાણવું.) (૫) આઠમાં ગુણ સ્થાનકે અપૂર્વકરણ કરે.
અહીં આઠમાં ગુણસ્થાનકનું નામ અપૂર્વકરણ એટલા માટે જ છે કે શ્રેણીમાં અહીં
આઠમે અપૂર્વ કરણ (અપૂર્વ અધ્યવસાય-અપૂર્વ પાંચ કાર્યો) કરે છે. ૬) અપૂર્વકરણનો એક સંખ્યાતનો ભાગ ગમે છતે નિદ્રા પ્રચલાનો બંધ વિચ્છેદ થાય. ૭) બીજા સંખ્યાતા ભાગો ગયે છતે નામ કર્મની ત્રીસ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય. ૮) અપૂર્વકરણના અંતે હાસ્યાદિ-૪ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય. ૯) અહીં અપૂર્વકરણના પ્રથમ સમયથી આયુષ્ય વિનાના અશુભ સાતકર્મના સ્થિતિઘાતાદિ
પાંચ કાર્યો કરે છે. ૧૦)અપૂર્વકરણ સુધી સાતે કર્મનો બંધ અને સત્તા અંતઃકોડાકોડી સાગરોપમની હોય પરંતુ પ્રથમના
ગુણસ્થાનકો કરતાં સંખ્યાતગુણ હીન હોય. ૧૧) અહિં પ્રતિ સમયે ત્રિકાળવર્તી જીવોના અધ્યવસાય પરસ્પર બધાના સરખા ન હોય,
નિવૃત્તિ-ફેરફારવાળા હોય તેથી અપૂર્વકરણનું બીજુ નામ નિવૃત્તિકરણ ગુણસ્થાનક પણ
કહેવાય છે. ૧૨) આ કરણમાં વર્તતો જીવ મોહનીયની એકેય પ્રકૃતિને ઉપશમાવતો નથી. પરંતુ
અનિવૃત્તિકરણમાં જ ઉપશમ થાય છે. છતાં અહી ઉપશામક કહેવાય છે. કારણ કે ઉપશમાવવાની પૂર્વ ભૂમિકા રૂપ કાર્ય અધ્યવસાયની વિશુધ્ધિના કારણે હોય છે માટે. અહીં પ્રથમ સમયથી જ પહેલા ગુણ.ના અંતે બંધ વિચ્છેદ થતી અશુભ-૧૩, બીજા ગુણ.ની અંતે બંધ વિચ્છેદ થતી અશુભ-૧૯, ચોથા ગુણ. ના અંતે બંધ વિચ્છેદ થતા અપ્રત્યા. ૪, પાંચમાના અંતે બંધવિચ્છેદ થતા પ્રત્યા. ૪, છઠ્ઠાના અંતે બંધવિચ્છેદવાળી અરતિ-શોક વિગેરે ૬ એમ કુલ ૪૬ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે તેમજ આ ગુણસ્થાનકમાં બંધ વિચ્છેદ થતી નિદ્રાદિક અશુભ વાર્ણાદિ ૯ અને ઉપઘાતનો બંધ વિચ્છેદ પછી ગુણસંક્રમ
થાય છે. ૧૩) અપૂર્વકરણ પછી નવમા ગુણસ્થાનકે અનિવૃત્તિકરણ કરે છે.
૪૩૯