________________
.
ક્ષે સપ્તતિકા કર્મગ્રંથ છે ૧૦) અંતર્મુહૂર્ત કાલે અપૂર્વકરણ પૂર્ણ થયે અનિવૃત્તિકરણ કરે છે. અહીં પણ સ્થિતિધાતાદિ
હોય છે. ૧૧) અનિવૃત્તિકરણમાં દર્શનમોહનીયની દેશોપશમના, નિદ્ધત્તિ, નિકાચના વિચ્છેદ થાય છે. ૧૨) અનિવૃત્તિકરણમાં હજારો સ્થિતિઘાત કર્યો છતે દર્શન મોહ. ત્રિકની સ્થિતિ સત્તા જે પૂર્વે
અંતઃ કોડાકોડી સાગ.ની હતી તે હવે અસંજ્ઞીસમાન થાય છે. ત્યાર પછી ક્રમશઃ હજારો સ્થિતિખંડ ગયે છતે. અનુક્રમે ચઉ. તેઈ. બેઈ. અને એકે. સમાન સ્થિતિ સત્તા થાય છે. એટલે તે તે ભવોમાં કર્મની જેટલી સ્થિતિ સત્તા હોય
તેટલી સત્તાવાળો થાય છે. ૧૩) એકે. સમાન સ્થિતિ સત્તા થયા પછી હજારો સ્થિતિખંડ ગયે છતે પલ્યો. ના સંખ્યામાં
ભાગ પ્રમાણ (ચૂર્ણિકારના મતે ૧ પલ્યો.) સ્થિતિ સત્તાવાળો થાય છે. ૧૪) હવે સત્તામાં રહેલ દર્શનત્રિકની સ્થિતિના સંખ્યાતાભાગ કરી એક સંખ્યામાં ભાગ
રાખી બીજા સંખ્યાતા ભાગોનો (સંખ્યાત બહુ ભાગોનો) નાશ કરે એ રીતે હજારો સ્થિતિઘાત થયે છતે દર્શનત્રિકની સત્તા હજુપણ પલ્યો.ના સંખ્યામાં ભાગ પ્રમાણ
રહે છે. ૧૫) ત્યાર પછી મિથ્યાત્વ પ્રથમ ક્ષય થવાનું હોવાથી તેની સ્થિતિ સત્તાના અસંખ્યભાગ કરી
એક અસંખ્યાતમો ભાગ રાખી બીજા અસંખ્ય ભાગોનો નાશ કરે છે અને મિશ્ર તથા સમ્યક્ત મોહ. ના સંખ્યાતા ભાગોને હણે છે. આ રીતે હજારો સ્થિતિખંડ ગયે છતે મિથ્યાત્વ એક આવલિકા જેટલું રહે છે. તે આવલિકાનો સિબુક સંક્રમ વડે સમ્યકત્વ
મોહનીયમાં એક આવલિકાકાળમાં સંક્રમાવી નાશ કરે છે. ૧૬) મિથ્યાત્વની એક આવલિકા બાકી રહે ત્યારે મિશ્ર અને સમ્ય. મોહ.ની સત્તા પલ્યો.
અસં. ભાગ હોય છે. ત્યાર પછી મિશ્ર તથા સમ્યકત્વ મોહના અસંખ્યાતા ભાગ કરી એક અસંખ્યાતમો ભાગ બાકી રાખી બીજા અસંખ્ય ભાગોનો નાશ કરે છે. એમ હજારો સ્થિતિખંડ ગયે છતે મિશ્ર. એક આવલિકા જેટલું રહે છે અને સમત્વ મોહ. આઠ વર્ષ પ્રમાણ રહે છે.
૧૭)
૪૩૭