________________
de local holde BullH DEN Bestellen
૪૩)અનન્તર સમયે સૂ. લોભનો ઉદય-ઉદીરણા વિચ્છેદ થવાથી ઉપશાન્ત મોહ ગુણ. ને
પ્રાપ્ત કરે છે.
અહીં સં. લોભનો સંપૂર્ણ ઉપશમ થઈ ગયો છે. તેથી તે ઉપશાન્ત મોહ વીતરાગ કહેવાય છે. આ રીતે ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરે છે. ૪૪)ઉપશાન્ત મોહ વીતરાગપણાનો કાળ -
ભવક્ષયે – જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત
કાળ ક્ષયે - જ - ઉ – અંતમુહૂર્ત ૪૫)જો આયુષ્ય પૂર્ણ થઈ જાય તો ઉપશમ શ્રેણીમાં ચડતાં અથવા અગ્યારમાં ગુણસ્થાનકે
અગર પડતા જઘન્યથી ૮ થી ૧૧ ગુણ. માં એક સમય કાળ ઘટે છે. અને જો શ્રેણીમાં આયુષ્ય પૂર્ણ ન થાય તો દરેક ગુણ.માં અંતર્મુહૂર્ત રહીને અનુક્રમે પડે છે અને છઠ્ઠ-સાતમું ગુણ. પામે છે. તેથી પણ પતિત પરિણામી હોય તો છઠ્ઠા-સાતમામાંથી પડી પાંચમે-ચોથે-બીજે-અને પહેલા ગુણામાં પણ આવે છે. આ રીતે ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી અંતર્મુહૂર્ત કાલે પછી કોઈક આત્મા ફરી પણ ઉપશમ શ્રેણી કરી શકે છે. ઉપશમ શ્રેણી એક ભવમાં ઉત્કૃષ્ટથી બે વાર અને સંસાર ચક્રમાં ચાર વાર પમાય છે. જે આત્મા એક વાર ઉપશમ શ્રેણી ચડે તે પછી ક્ષપક શ્રેણી કરી શકે છે. પરંતુ બે વાર ઉપશમ શ્રેણી કરનાર તે ભવમાં ક્ષપક શ્રેણી કરી શકે નહીં.
ક્ષપક શ્રેણીનું સ્વરૂપ पढमकसाय चउक्वं, इत्तो मिच्छत-मीस-सम्मत्तं ।
अविरयसम्मे देसे, पमत्ति अपमत्ति खीअंती ॥ ७८॥ પહેલા કષાયનું ચતુષ્ક, એ પછી મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય ક્ષય પામે છે. આ સાત પ્રકૃતિ અવિરત સમ્યગૃદૃષ્ટિ, દેશવિરતિ પ્રમત્ત અથવા અપ્રમત્તે ક્ષય પામે છે. જો ઉપશમ શ્રેણી કરનાર ત્રણ સંઘયણવાળા શ્રેણીમાં મરણ પામે તો વૈમાનિકમાં જાય અને શ્રેણીમાં મરણ પામનાર અનુત્તરમાં જ જાય. તેમ માનીએ તો શ્રેણીમાં પ્રથમ સંઘયણવાળા જ મરણ પામે, પરંતુ બીજા-ત્રીજા સંઘયણવાળા મરણન પામે (જુઓ)
૪૪૬