________________
ઉપશમ સમ્યકત્વI
.
આમ દરેક સમયનાં અધ્યવસાય સ્થાનોને છ વિભાગમાં વહેંચી શકાય છે. છ ભાગ પડે છે. તેથી તેને સ્થાન પતિત કહેવાય છે. એટલે દરેક સમયના અધ્યવસાય
સ્થાનોમાં જાતની હાનિ અને છ જાતની વૃધ્ધિ ઘટે છે. ૪) અહિં દરેક સમયે પૂર્વના સમયનાં શરૂઆતના કેટલાક અધ્યવસાય સ્થાનો પછીના સમયે
હોય નહીં. અને ઉત્કૃષ્ટ વિશુધ્ધિવાળા અધ્યવસાય થી વધારે વિશુધ્ધિવાળાં નવાં કેટલાક અધ્યવસાય સ્થાનો પછીના સમયે હોય છે અને મધ્યનાં સ્થાનો પણ હોય છે તેથી. યથા પ્રવૃતકરણમાં પ્રથમ સમયે જઘન્ય વિશુધ્ધિ સર્વથી થોડી તેના કરતાં બીજા સમયની જઘન્ય વિશધ્ધિ અનંતગુણ, તેના કરતાં ત્રીજા સમયની જઘન્ય વિશુધ્ધિ અનંતગુણ એમ યાવત્ યથાપ્રવૃત્તકરણના એક સંખ્યામાં ભાગ સુધી સમજવી. ત્યારપછી સંખ્યામાં ભાગના (કંડકના) છેલ્લા સમયની જઘન્ય વિશુધ્ધિ કરતાં યથાપ્રવૃત્ત કરણના પ્રથમ કરાશના પ્રથમ સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગાર હોય છે. તેનાથી કંડકના ઉપરના (પછીના) સમયની જધન્ય વિશુધ્ધિ અનંતગણ તેના કરતા યથાપ્રવૃત્ત કરણના બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગણ તેથી કંડકની પછીના બીજા સમયની જઘન્ય વિશુધ્ધિ અનંતગુણ, એમ ઉપરના એક સમયની જઘન્ય અને નીચેના એક સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણ ત્યાં સુધી કહેવી કે જઘન્ય વિશુધ્ધિ યથાપ્રવૃત કરણના છેલ્લા સમયની જઘન્ય વિશુધ્ધિ સુધી, એક સંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ કહેવાની
બાકી રહે તે અનુક્રમે અનંતગુણ સમજવી. ૬) અહીં કિરણકાળ પૂર્વેની કહેલ હકીકતો પણ હોય છે, ઘટે છે. ૭) યથાપ્રવૃત કરણનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે, પરંતુ અપૂર્વકરણાદિ કરતાં તેનો
કાળ મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. ૮) અનાદિ મિથ્યાત્વી યથાપ્રવૃત્ત કરણ અનેકવાર પણ કરે છે. ૯) આ કરણ ભવ્યો કરે છે અને અભિવ્ય પણ કરે છે. ૧૦) યથાપ્રવૃત્ત કરણથી શ્રત સામાયિકનો પણ લાભ થાય છે. અપૂર્વકરણ પૂર્વે ક્યારેક ના આવ્યો હોય તેવો અપૂર્વ વિશુદ્ધિ અધ્યવસાય તે અપૂર્વકરણ કહેવાય છે. આસન્નભવી જીવ યથાપ્રવૃત્તકરણ પછી અપૂર્વ કરણ કરે છે.