________________
Select
a Budia 21254 Boca Rochelle ઉપશમ શ્રેણિ
ઉપશમ શ્રેણિ કરનાર પ્રથમ ઉપશમ અથવા ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. તેમાં ઉપશમ સમ્યકત્વ બે પ્રકારે પ્રાપ્ત કરાય છે.
૧) અનાદિ મિથ્યાત્વી જીવ ત્રણ કરણ કરવા પૂર્વક પ્રાપ્ત કરે તે. ૨) ૪ થી ૭ ગુણમાં. અનં. ચાર કષાયનો ઉપશમ અથવા વિસંયોજના કરી દર્શન ત્રિકની
ઉપશમના કરવા પૂર્વક, તેમાં પહેલાં અનાદિ મિથ્યાત્વી જીવ જે પ્રથમ સમ્યકત્વ
પ્રાપ્ત કરે છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. પ્રથમ (નવું) ઉપશમ સમ્યકત્વ ૧) કરણ કાળ પહેલા અન્તર્મુહૂર્ત પૂર્વે પ્રતિસમયે અનંતગુણ વિશુદ્ધિવાળા. ૨) પર્યાપ્ત સંજ્ઞી પંચિન્દ્રિય ચારે ગતિના જીવ આ સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે. ૩) સાકારોપયોગવંત ૪) ત્રણ યોગમાંથી કોઈપણ એક યોગના વ્યાપારવાળો. ૫) તેજો” પદ્ધ અને શુક્લ એ ત્રણમાંથી કોઈપણ એક શુભ લેશ્યાવાળો. ૬) પરા. શુભ પ્રકૃતિનો બંધક. ૭) અશુભ પ્રકૃતિઓના ચાર ઠાણીયાના બદલે બેઠાણીયો રસ બાંધતો. ૮) શુભ પ્રકૃતિઓના બે ઠાણીયાના બદલે ચાર ઠાણીયો રસ બાંધતો. ૯) સત્તામાં પણ બંધની જેમ અશુભનો બે દાણીયો અને શુભનો ચાર ઠાણીયો રસ કરતો. ૧૦) આયુષ્ય સિવાય સાત કર્મની સત્તા અને સાત કર્મનો સ્થિતિબંધ અંતઃકોડા કોડી
સાગ. પ્રમાણ કરતો. ૧૧) અભવ્ય પ્રાયોગ્ય વિશુધ્ધિથી અનંતગુણ વિશુધ્ધિવાળો આવા પ્રકારનો જીવ અંતર્મુહૂર્ત
કાળે યથાપ્રવૃત્ત કરણ કરે. ૧૨) ઉપશમ - ઉપદેશશ્રવણ અને પ્રયોગ તે ત્રણ લબ્ધિવાળો હોય. યથાપ્રવૃત્તકરણ
અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતા પૂર્વોક્ત પ્રકારના જીવને અનાયાસે જે સારો (શુભ) પરિણામ પ્રાપ્ત થાય તે યથાપ્રવૃત્તકરણ કહેવાય.
૪૨૪