________________
એકત્ર સપ્તતિકા કર્મગ્રંથ ઈ
ચ્છ
સ્થિતિબંધ અને સ્થિતિઘાત સાથે શરૂ થાય છે અને સાથે પૂર્ણ થાય છે. ૧૦) ગ્રંથી ભેદ - અપૂર્વકરણની વિશુધ્ધિથી ગ્રંથીભેદ થાય છે. અહી ગ્રંથી (ગાંઠ) એટલે
તીવ્ર એવો રાગ-દ્વેષ રૂપ પરિણામ. આ ગ્રંથી ચિરકાળથી ઉત્પન્ન થયેલી, કઠણ વાંસના મૂળની જેમ દુર્ભેદ હોય છે. ગ્રંથભેદ એકવાર જ કરવાનો હોય છે. એટલે એકવાર સમ્યકત્વ પામેલ જીવ જો મિથ્યાત્વમાં નિરંતર પલ્યો. નો અસં. ભાગ કાળ-ચિરકાળ રહે તો સમકિત મોહનીય અને મિશ્ર મોહનીયની ઉદ્ગલના થાય છે. જો તે બંનેની ઉદ્દલના થઈ જાય તો ફરી ઉપશમ સમ્યક્ત પામતી વખતે ત્રણ કરણ કરવા પડે છે, પરંતુ ગ્રંથીભેદ કરવો પડે નહીં. મિથ્યાત્વમાંથી ઉપશમ સમ્યક્ત્વ આમ કોઈક જીવને અનેકવાર પ્રાપ્ત કરવું પડે છે. છતાં તે જાતિભેદથી એક ગણાય છે. એટલે પ્રથમ ઉપશમ સમ્યકત્વ નામથી એકવાર
પમાય એમ કહેલ છે. ૧૧) શ્રેણીનું ઉપશમ સમ્યકત્વ સંસાર ચક્રમાં વધારેમાં વધારે ચારવાર પમાય છે. તેથી અનાદિ
મિથ્યાત્વીનું એક અને શ્રેણીનું સારવાર મળીને કુલ પાંચવાર પમાય છે. અનિવૃત્તિકરણ – આ કરણમાં પ્રતિ સમયે ત્રિકાળવર્તી જીવોના અધ્યવસાય પરસ્પર સરખા હોય. અ-નહિ નિવૃત્તિકરણ-વિશુધ્ધિ અર્થાત પરસ્પર અધ્યવસાયોમાં ફેરફાર ન હોય. દરેકને એક સરખી વિશુધ્ધિ હોય. પરસ્પર સમાન અધ્યવસાય-પરિણામ હોય છે અથવા. અનિવૃત્તિકરણ-સમકિત (ઈષ્ટગુણ) પામ્યા પહેલા જીવ પાછો ન ફરે તેવો ઉત્તરોત્તર ચઢતો પરિણામ. આ કરણમાં પ્રતિ સમયે ત્રિકાળવર્તી જીવોનો એક એક અધ્યવસાય હોય છે તેથી
મુક્તાવલિની ઉપમા આપી શકાય. ઉત્તરોત્તર ચડતો પરિણામ. ૨) ઉત્તરોત્તર દરેક સમયે અનંતગુણ વિશુધ્ધિ હોય છે. એટલે પ્રથમ સમયની વિશુધ્ધિથી
બીજા સમયની અનંતગુણ, તેથી ત્રીજા સમયની અનંતગુણ એમ ચરમ સમય સુધી જાણવું. ૩) અહીં પણ અપૂર્વકરણની જેમ ચાર અપૂર્વ કાર્યો થાય છે. ૪) અહીં દરેક સમયે એક-એક જ અધ્યવસાય સ્થાન છે. તેથી જસ્થાન થાય નહી. ૫) અનિવૃત્તિકરણના ઘણા સંખ્યાતા ભાગ કાળ જાય, એક સંખ્યાતમો ભાગ કાળ બાકી
હોય ત્યારે અંતરકરણ કરે છે. અંતર-વચમાં, કરણ-ખાલી કરવું તે એટલે ઉદય સમયથી એક અંતર્મુહર્તકાળ છોડી વચ્ચે અંતર્મુહુર્તના દલિકોને ખાલી કરે છે. અંતર્મુહૂર્તની જગ્યાના દલિકોને ખાલી કરવા તે અંતરકરણ કહેવાય છે એમ સમજવું.
૪૨૯