________________
૭).
૨૭૨બે સપ્તતિકા કર્મગ્રંથ ઈઈ ૩) અહીં અનંતાનુબંધી અનુદાવતી હોવાથી પ્રથમ સ્થિતિ એક આવલિકા રાખે છે. વચ્ચે
અંતર્મુહૂર્તનું અંતરકરણ કરે છે. ૪) અંતરકરણના દલિયા ચારિત્ર મોહનીયની બંધાતી પ્રકૃતિઓમાં નાખે છે. ૫) નવા સ્થિતિબંધના કાળ જેટલા અંતર્મુહૂર્તમાં અંતરકરણની ક્રિયા પૂર્ણ થાય છે. ૬) ઉપશાન્તાદ્ધા-અંતરકરણની ક્રિયા પછીના સમયથી બીજી સ્થિતિમાં રહેલા અનં.ના
દલિયાને અંતર્મુહૂર્ત કાળે ઉપશમાવે છે. તેમાં પ્રથમ સમય થોડું, બીજા સમયે અસંખ્ય ગુણ ત્રીજા સમયે અસંખ્યગુણ એમ થાવત્ અંતર્મુહૂર્તના ચરમ સુધી જાણવું પ્રથમ સ્થિતિ એક આવલિકા રૂપ છે. તેની ઉદયવતી મોહનીયની પ્રકૃતિમાં સિબુક સંક્રમ વડે સંક્રમાવી નાશ કરે છે. આમ અનંતાનુબંધીની ઉપશમના કરનારને મોહનીયની ૨૮ની સત્તા હોય છે.
અનંતાનુબંધીની વિસંયોજના (ક્ષય) ૧) જો અને કષાયનો ક્ષય કર્યા પછી દર્શન ત્રિકનો ક્ષય ન કરે તો તેને અનં.ની વિસંયોજના
કહેવાય છે અને અનં. કષાયનો ક્ષય કર્યા પછી જો દર્શનત્રિકનો ક્ષય કરે તો અનં. નો ક્ષય
કહેવાય છે. ૨) અનં. ની વિસંયોજના ચારે ગતિમાં થાય છે. તેમાં અવિરતિ ગુણ. માં ચારે ગતિમાં દેશ.
ગુણ.માં મનુષ્ય અને તિર્યંચમાં સર્વવિરતિ (૬-૭ ગુણ)માં મનુષ્યમાં વિસંયોજના થાય છે. અનંતાનુબંધીની વિસંયોજના કરનાર ત્રણ કરણ કરે છે. તેમાં પ્રથમ યથાપ્રવૃતકરણ
તેનું વર્ણન પ્રથમ સમ્યત્વ પામતી વખતે બતાવ્યા મુજબ જાણવું. ૩) અપૂર્વકરણ- આ કરણનું વર્ણન પણ પ્રથમ સમ્યત્વ પામતી વખતના અપૂર્વ કરણ
જેવું સમજવું પરંતુ ૪) અહીંઅપૂર્વકરણના પ્રથમ સમયથી જ અનં. નો ગુણ સંક્રમ થાય છે. કારણ કે અનંતાનુબંધી
અબધ્યમાન છે. એટલે તેના દલિયા ગુણસંક્રમ વડે બધ્યમાન ચારિત્ર મોહનીયની પ્રકૃતિમાં પ્રતિ સમયે અસંખ્યગુણાકારે સંક્રમાવે છે. જેમ કે પ્રથમ સમયે થોડું, બીજા સમયે અસંખ્યગુણ, ત્રીજા સમયે તેનાથી અસંખ્યગુણ એમ યાવત્ અપૂર્વ કરણ અને અનિવૃત્તિકરણના ચરમ સમય સુધી સમજવું.
૪૩૩