________________
અનંતાનુબંધીની વિસંયોજના એ કએક ૫) વળી ગુણશ્રેણિ ઉદયાવલિકાની બહારથી કરે છે. કારણ કે અનં. બંધી ઉદયવતી નથી
અપૂર્વ કરણ પછી ૬) અનિવૃત્તિ કરણ - આ કરણ અંતર્મુહૂત પ્રમાણનું હોય છે.
અહીં પ્રતિ સમયે અનંત ગુણવિશુદ્ધિ હોય છે. પ્રતિ સમયે દરેક જીવોના અધ્યવસાય પરસ્પર સરખા હોય છે. તેથી આ કરણના જેટલા (અસંખ્યાતા) સમય તેટલાં અધ્યવસાય સ્થાનો હોય છે. અહીં સ્થિતિઘાતાદિ પાંચ અપૂર્વ કાર્યો કરે છે. અહીં ઉદ્ઘલના સહિત ગુણસંક્રમથાય છે. તેથી ઉવલના અનુવિદ્ધ ગુણસંક્રમ વડે સ્થિતિ સત્તાને ઉકેરતો હજારો સ્થિતિઘાત વડે કિચરમ સ્થિતિઘાત સુધી જાય છે. પછી એક ઉદયાવલિકા મૂકીને વિચરમ સ્થિતિખંડ કરતા અસંખ્યગુણ મોટો ચરમસ્થિતિખંડ ઉમેરે છે. ત્યારે અનંતાનુબંધીનો ક્ષય (વિસંયોજના) થાય છે. પરંતુ ઉદયાવલિકા શેષ રહે છે. તેને વેદ્યમાન કષાયમાં સ્તિબુક સંક્રમ વડે
સંક્રમાવી નાશ કરે છે. એટલે મોહનીયની ૨૪ની સત્તા થાય છે. ૭) અહીં અંતરકરણ કરવાનું હોય નહીં. તેમજ ઉપશમના પણ ન હોય. ૮) અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી દર્શન ત્રિકનો ક્ષય ન કરે તો ફરી મિથ્યાત્વે પણ
જાય છે અને અનંતાનુબંધી ફરી બાંધે છે. તેથી મોહનીયની ફરી ૨૮ની સત્તા થાય છે. દર્શનત્રિકની ઉપશમના
અનંતાનુબંધીની ઉપશમના કે વિસંયોજના કર્યા પછી ઉપશમ શ્રેણિ કરનાર કોઇ જીવ
દર્શનત્રિકની ઉપશમના કરે છે તે આ પ્રમાણે ૧) ક્ષાયોપથમિક સભ્યત્વી પ્રમત્ત સંયત અથવા અપ્રમત્ત સંયત આ ઉપશમના કરે. ૨) અહીં પણ કરણકાળ પૂર્વે પ્રતિસમયે અનંત ગુણ વિશુદ્ધિએ વધતો ત્રણ કરણ કરે છે. ૩) કરણ કરવા પૂર્વેનું વર્ણન પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત કરનારની જેમ યથાયોગ્ય સમજવું. ૪) યથાપ્રવૃત્ત કરણનું વર્ણન પણ તેની જેમ સમજવું. ૫) અપૂર્વકરણનું વર્ણન પણ તે પ્રમાણે જાણવું. પરંતુ અહીં પ્રથમ સમયથી મિથ્યાત્વ અને
મિશ્રનો ગુણસંક્રમ થાય છે. એટલે મિથ્યાત્વના દલિયા મિશ્ર અને સમ્ય. મોહનીયમાં અસંખ્ય ગુણાકારે નાખે છે અને મિશ્રના દલિયા સમ્યકત્વ મોહનીયમાં અસં. ગુણાકારે નાખે છે. (અહીં ગ્રંથી ભેદ ન હોય) અહીં નહીં બંધાતી અશુભ પ્રકૃતિઓનો ગુણસંક્રમ હોય.
૪૩૪