________________
કચ્છી અનંતાનુબંધીની ઉપશમના,૫ . ૬) અંતરકરણની એક આવલિકા બાકી રહે એટલે ગોઠવાયેલા ત્રણ પુંજમાંથી પરિણામના
અનુસારે કોઈ પણ એક પુંજ ઉદયમાં આવે છે. ૭) શુધ્ધ પુંજ ઉદયમાં આવે તો ક્ષયોપશમ સમત્વ પ્રાપ્ત કરે છે. અર્ધશુધ્ધ પુંજ ઉદયમાં
આવે તો મિકપણું પામે છે અને અશુધ્ધ પુંજ ઉદયમાં આવે તો મિથ્યાત્વ પામે છે. ૮) અંતકરણમાંથી મિથ્યાત્વે જનાર કોઈ ભિરૂ જીવને મિથ્યાત્વ ઉદયની પૂર્વે જઘન્યથી એક
સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પહેલા અનંતાનુબંધીના દલિયા ઉદયમાં આવી જાય
છે. તેથી તે સાસ્વાદનપણું પામે છે. ૯) મિથ્યાત્વનો ઉદય હજુ થયો નથી તેથી સમ્યકત્વ ગયું નથી અને અનંતાનુબંધીનો ઉદય
થયો છે. તેથી સમ્યકત્વનો કંઈક સ્વાદ હોય તેથી તેને સાસ્વાદન ગુણ. કહેવાય છે. ૧૦) સાસ્વાદનનો કાળ પૂર્ણ થયે જીવ નિયમા મિથ્યાત્વે જ જાય છે. ૧૧) આ રીતે અનાદિ મિથ્યાત્વી જીવ *ઉપશમ સમ્યકત્વ પામી ઉપ. સમ્યની સાથે દેશ
વિરતિ કે સર્વવિરતિ પામે અને ઉપશમ સમ્યક્ત થી પડી લાયોપથમિક સમ્યકત્વમિશ્ર-સાસ્વાદન અને મિથ્યાત્વ પણ પામે. ઉપશમ શ્રેગી કરનાર આત્મા પ્રથમ અનં. નો. ઉપશમ અથવા વિસંયોજના કરે છે તેથી
અહીં પ્રથમ અનંતાનુબંધીની ઉપશમના કહેવાય છે. અનંતાનુબંધીની ઉપશમના
૪ થી ૭ ગુણમાં વર્તતો મનુષ્ય જ અનંતાનુબંધીની ઉપશમના કરે છે. ઉપશમના કરતાં ત્રણ કરણ કરે છે. ત્રણ કરણનું વર્ણન યથાયોગ્ય પ્રથમ સમ્યકત્વ પામતાં ની જેમ જાણવું. ઉપશમ શ્રેણી ચડનાર જ અનં.ની ઉપશમના કરે. ત્રણ કરણમાં તફાવત એ છે કે. અહી અપૂર્વ કરણમાં ગુણ સંક્રમ થાય છે. કારણ કે અનંતાનુબંધી અબધ્યમાન છે. ગુણસંક્રમ – અબધ્યમાન અશુભ પ્રકૃતિના દલિયા બધ્યમાનમાં પ્રતિ સમયે અસંખ્ય ગુણાકારે નાખવા. તેથી અનં.ના. દલિયા બદ્યમાન મોહનીયમાં અસંખ્ય ગુણાકારે નાખે
છે. અપૂર્વકરણ – અને અનિવૃતિ કરણમાં ગુણસંક્રમ થાય છે. ૨) અનિવૃત્તિ કરણના સંખ્યાતા ભાગ જાય એક સંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારે અંતરકરણ કરે છે. * સિધ્ધાન્તના મતે ત્રણ કરણર્યા પછી ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે તેમ કહ્યું છે.
૪૩૨