________________
સપ્તતિકા કર્મગ્રંથ 50% ૧) આ કરણનો કાળ અંતમુહૂર્ત. તે અનિવૃત્તિ કરણના અંત.થી સંખ્યાત ગુણ. મોટુ અંત.
જાણવું (જુઓ ઉપ. ગુણરત્નસૂરિકૃત ટીકા ગા. ૮, ગા. ૨૬) પ્રતિ સમયે અનંતગુણ વિશુદ્િધ હોય છે. તેથી યથાપ્રવૃત્તકરણના છેલ્લા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કરતાં અપૂર્વકરણના પ્રથમ સમયની જઘન્ય વિશુધ્ધિ અનંતગુણ, તેથી પ્રથમ સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણ, તેથી બીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ, તેથી બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણ, એમ યાવત્ અપૂર્વકરણના ચરમ સમય સુધી જાણવું. યથાપ્રવૃત્તકરણની જેમ અહીં પણ ત્રિકાળવર્તી જીવોના અધ્યવસાયો અસંખ્યાતાઅસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે અને તે યથાપ્રવૃત્તકરણની જેમ ષસ્થાન
પતિત હોય છે. ૪) પ્રતિસમયે વિશેષાધિક - વિશેષાધિક અસંખ્યાતા અધ્યવસાયો હોય છે. ૫) અહીં પણ શુભ પ્રકૃતિઓનો ચાર ઠાણીયો રસ બાંધે અને અશુભનો બે ઠાણીયો રસ
બાંધે, વિગેરે કરાણકાળ પૂર્વેની હકીકતો પણ અહીં ઘટે છે. અહીં અપૂર્વકરણની વિશુધ્ધિથી પાંચ અપૂર્વ કાર્યો કરે છે. જો કે અહીં મિથ્યાત્વ બધ્યમાન હોવાથી ગુણસંક્રમ થાય નહીં. તેથી મિથ્યાત્વે અપૂર્વકરણમાં ચાર કાર્યો થાય
છે. ઉપરના ગુણસ્થાનકોમાં અપૂર્વકરણમાં પાંચ અપૂર્વ કાર્યો કરે છે. તે આ પ્રમાણે ૬) સ્થિતિઘાત – સત્તામાં રહેલી સ્થિતિના અગ્રીમ ભાગ થકી પ્રથમ સ્થિતિખંડ જઘન્યથી
પલ્યોપમનો અસં. ભાગ, ઉત્કૃષ્ટથી સેંકડો સાગરો પ્રમાણ સ્થિતિનો અંતર્મુહૂર્તમાં ઘાત કરે છે. બીજા વિગેરે સ્થિતિખંડો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે હોય છે. દરેક સ્થિતિખંડ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ઘાત કરે છે. ઘાત કરતા સ્થિતિખંડમાંથી પ્રથમ સમયે દલિક સર્વથી થોડુ, બીજા સમયે અસંખ્યગુણ એમ ચરમ સમય સુધી અસંખ્ય ગુણ ઉપાડે છે – ઉકેરે છે. તે ઉકેરાતું દલિક નહીં ખંડન કરાતી નીચેની સ્થિતિઓમાં ગોઠવે છે. આ અપૂર્વકરણના કાળમાં હજારો સ્થિતિઘાત થાય છે. તેથી અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિ સત્તા હોય તેના કરતાં ચરમ સમયે સંખ્યાત ગુણ હીન સત્તા બને છે.
૪૨૭