________________
છે
લ્વે સપ્તતિકા કર્મગ્રંથ ઈચ્છ નદીના પાષાણના ગોળઘોલ ન્યાયે સંસારમાં અનેક યાતનાઓને ભોગવતા સહજ રીતે પરિણામની વિશુધ્ધિ થાય છે. ૧) આ કરણમાં પ્રતિ સમયે ત્રિકાળવર્તી જીવોના અધ્યવસાયો અસંખ્યાતા હોય. એટલે
આ કરણને પામનારા ત્રિકાળવર્તી અનંતા જીવોમાં કેટલાકને પરસ્પર સરખો અધ્યવસાય હોય છે. અને કેટલાક કેટલાકને ભિન્ન ભિન્ન અધ્યવસાય હોય છે. એમ અનંતા જીવોના અસંખ્યાતા અધ્યવસાય સ્થાનો હોય છે. પ્રતિસમયે તે અધ્યવસાય સ્થાનોની સંખ્યા વિશેષાધિક-વિશેષાધિક હોય છે. એટલે કે પહેલા સમયના અસંખ્ય અધ્યવસાય સ્થાનો કરતાં બીજા સમયે વિશેષ અસંખ્યાતા હોય છે ત્રીજા સમયે તેનાથી પણ વિશેષ અસંખ્યાતા હોય છે. તેની આકૃતિ વિષમ ચતુસ્ત્ર થાય છે. તે આ પ્રમાણે.
======
/////////
F––––––– વિષમ ચતુરસ્ત્ર
==== ઉત્તરોત્તર સમયે વિશેષાધિક અધ્યવસાય સ્થાનો ––––7 પ્રથમ સમયે સર્વથી થોડા અધ્યવસાય સ્થાનો
૩) જસ્થાન (છઠાણવડીયા)
દરેક સમયના અધ્યવસાય સ્થાનો ષસ્થાન પતિત છઠાણવડિયા) હોય છે. એટલે કે દરેક સમયે સર્વથી જઘન્ય વિશુધ્ધિવાળા કરતાં બીજાં વિગેરે શરૂઆતના કેટલાક અસંખ્યાતા અધ્યવસાય સ્થાનો અનંતભાગ અધિક વિશુધ્ધિવાળાં હોય છે. તે પછીના કેટલાક અસંખ્યાતા અધ્યવસાય સ્થાનો અસંખ્ય ભાગ અધિક વિશુધ્ધિવાળાં હોય છે. તે પછીનાં કેટલાંક અસંખ્યાતા સંખ્યાત ભાગ અધિક વિશુધ્ધિવાળાં હોય છે. એમ સંખ્યાત ગુણ. અધિક, અસંખ્યગુણ અધિક, અને અનંતગણ અધિક વિશુધ્ધિવાળાં અધ્યવસાય સ્થાનો પછી – પછીના સમજવાં.
- આ અસંખ્ય અધ્યવસાય સ્થાનોમાં સર્વથી અધિક વિશુધ્ધિવાળાં સ્થાનની અપેક્ષાએ વિચારીએ તો છ પ્રકારની હાની ઘટે છે. એટલે કે દરેક સમયના અધ્યવસાયોમાં જે સર્વથી અધિક વિશુધ્ધિવાળું છે તેના ક્રતા તેની નીચેના કેટલાક અસંખ્યાતા અધ્યવસાયો અનંતભાગહીન, પછીના કેટલાક અસંખ્યાતા અધ્યવસાયો અસંખ્ય ભાગહીન એમ સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અસંખ્ય ગુણહીન અને અનંત ગુણહીન સમજવાં.
૪૨૫