________________
S
eekoeld leizeidsd sig.dk
eller
૧૦મા ગુણઠાણાના અંતે જ્ઞાનાવરણીયાદિ ૧૬ પ્રકૃતિનો બંધવિચ્છેદ થયે છતે ૧૧, ૧૨ મે અને ૧૩ મે એક શાતાવેદનીય બાંધે, અયોગી કેવલી અબંધક છે.
एसो उ बंधसामित्त-ओहो गइआइएसु वि तहेव।
ओहाओ साहिजइ, जत्थ जहा पगइसम्भावो ॥ ७३॥ ગાથાર્થ એ પૂર્વોક્ત ગુણસ્થાનનો બંધભેદ બંધસ્વામિત્વનો ઓઘ જાણવો. ગતિ આદિ
માર્ગણાને વિષે પણ તેમજ ઓઘ કહ્યો તે પ્રમાણે (ત્રીજા કર્મગ્રંથ મુજબ) જે માર્ગણાસ્થાને જે પ્રકારે પ્રકૃતિનો સદ્ભાવ છે. તે પ્રમાણે કહેવું ૭૩
तित्थयर-देवनिरयाउअं च तिसु गइसु बोधव्वं।
अवसेसा पयडीओ, हवंति सव्वासु वि गइसु ॥७॥ ગાથાર્થ ઃ તીર્થંકર નામ, દેવાયુ અને નરકાયુની સત્તા ત્રણ ત્રણ ગતિને વિષે જાણવી. શેષ પ્રકૃતિઓની
સત્તા સર્વ ગતિને વિષે હોય છે. ૭૪ જે ગતિને વિષે જેટલી પ્રકૃતિ સત્તામાં હોય તે કહે છે. તીર્થંકર નામ, દેવાયુ અને નરકાયુ એ ત્રણ પ્રકૃતિ ત્રણ ત્રણ ગતિને વિષે હોય છે. ત્યાં જિનનામની સત્તા તિર્યંચગતિ વિના શેષ ત્રણ ગતિમાં જાણવી, દેવાયુની સત્તા નરકગતિ વિના શેષ ત્રણ ગતિમાં જાણવી એન નરકાયુની સત્તા દેવગતિ વિના શેષ ત્રણ ગતિમાં જાણવી. શેષ સર્વે પ્રકૃતિઓ ચારે ગતિને વિષે સત્તામાં હોય છે.
(આ પ્રમાણે અહિં સંવેધ સંબંધી વિષય પૂરો કરીને હવે ઉપશયશ્રેણી તથા ક્ષપકશ્રેણીનું કંઈક સ્વરૂપ કહે છે.)
૪૨૨