________________
આિહારીમાર્ગણામાંનામકર્મ છે
ત્રણ વેદમાં જે વેદે શ્રેણી સ્વીકારે તે વેદે અંતઃકરણ કર્યા પછી પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે ત્યારે તે વેદનો ઉદય જ હોય, ઉદીરણા ન હોય.
ચાર આયુષ્યની પોતપોતાના ભવની છેલ્લી આવલિકા બાકી રહે ત્યારે ફક્ત ઉદય જ હોય. ઉદીરણા ન હોય અને મનુષ્યાયુની તો પ્રમત્ત ગુણ. થી આગળ ઉદીરણા ન હોય. ઉદય જ હોય.
નામકર્મની નવ અને ઉચ્ચગોત્ર એ ૧૦ પ્રકૃત્તિનો ઉદય અને ઉદીરણા બન્ને ૧૩ માં ગુણ. સુધી સાથે હોય. ૧૪મા ગુણ. ઉદય જ હોય, ઉદીરણા ન હોય.
ગુણસ્થાને બંધ પ્રકૃતિ तित्थयराहारगविरहिआउ, अज्जेइ सव्व पयडीओ।
मिच्छत्त वेअगो सासणोवि, गुणवीस सेसाओ ॥६९।। ગાથાર્થઃ મિથ્યાદષ્ટિ તીર્થકર નામ અને આહા. દ્રિક વિના સર્વ (૧૧૭) પ્રકૃતિ બાંધે, સાસ્વાદની
ઓગણીસ વિના સર્વ (૧૦૧) પ્રકૃતિ બાંધે ૬૯ાા (તીર્થકર નામ, આહારક શરીર અને આહારક અંગોપાંગ એ ત્રણ વિના શેષ ૧૧૭ પ્રકૃતિ મિશ્રાદ્રષ્ટિ બાંધે.)
સાસ્વાદની નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, હુંડક સંસ્થાન, આતપ, એવઠઠું સંઘયર, નપુંસક વેદ અને મિથ્યાત્વ મોહનીય એ પ્રમાણે ૧૬ અને પૂર્વોક્ત ૩ એમ કુલ ૧૯ પ્રકૃતિ વિના શેષ ૧૦૧ પ્રકૃતિ બાંધે.
छायालसेस मीसो, अविरयसम्मो तिआलपरिसेसो।
तेवन्न देसविरओ विरओ सगवन्नसे साओ ॥७०॥ ગાથાર્થ : મિશ્રદષ્ટિ ૪૬ વિના, અવિરત સમ્યગ્દષ્ટિ ૪૩ વિના, દેશવિરત ૫૩ વિના અને પ્રમત્ત
૫૭ વિના સર્વે પ્રકૃતિ બાંધે II૭OIL (તિર્યચત્રિક, થિણધ્ધિત્રિક, દુર્ભગ ત્રિક, અનંતાનુબંધી ચતુષ્ક, મધ્યમ ચાર સંસ્થાન, મધ્યમ ચાર સંઘયણ, નીચગોત્ર, ઉદ્યોતનામ, અશુભવિહાયોગતિ અને સ્ત્રીવેદ એ પ્રમાણે ૨૫ અને પૂર્વોકત ૧૯ મળી ૪૪ અને મનુષ્યાય, દેવાયુ મળી ૪૬ પ્રકૃતિ વિના શેષ ૭૪ પ્રકૃતિ મિશ્રદષ્ટિ બાંધે.)
૪૨૦