________________
ગુણસ્થાનકમાં જ્ઞાના. દર્શ. અંત
मिस्साइ नियट्टीओ, छच्चउ पण नव य संतकम्मंसा । चउबंध तिगे चउपण, नवंस दुसु जुअल छस्संता ॥४४॥ ગાથાર્થ : મિશ્ર ગુણઠાણાથી અપૂર્વકરણ ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી છનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે અને અપૂર્વકરણ આદિ ત્રણ ગુણઠાણાને વિષે ચારનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. (ક્ષપક આશ્રયી) ૯-૧૦ ગુણસ્થાને ચારનો બંધ, ચારનો ઉદય અને છ ની સત્તા હોય છે. ૫૪૪॥
મિશ્ર ગુણઠાણાથી અપૂર્વકરણ ગુણ.ના પહેલા ભાગ સુધી છનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. અપૂર્વકરણ ગુણ.ના બીજા ભાગથી સૂક્ષ્મસંપરાય ગુણ. સુધી ચારનો બંધ. ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે તથા ક્ષપકશ્રેણીને આશ્રયી ૯ મે અને ૧૦ મે ગુણઠાણે ચારનો બંધ, ચારનો ઉદય અને છની સત્તા હોય છે.
અહી સપ્તતિકાકાર ક્ષેપક અતિ વિશુદ્ધ હોવાથી નિદ્રાનો ઉદય ક્ષપકને માનતા નથી તેથી પાંચનો ઉદય કહ્યો નથી. કમ્મપયડી તથા સપ્તતિચૂર્ણિમાં પણ ક્ષપકને નિદ્રાનો ઉદય કહ્યો નથી. (જૂઓ કમ્મપયડીની ચૂર્ણી ગા. ૪૦ ઉદીરણાકરણ)*
उवसंते चउ पण नव, खीणे चउरुदय छच्च चउ संता । वे अणिआऊ अ गोए, विभज्ज मोहं परं वुच्छं ॥४५॥
ગાથાર્થ : ઉપશાંત મોહે ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. ક્ષીણમોહે ચારનો ઉદય અને છ અથવા ચારની સત્તા હોય છે. વેદનીય, આયુષ્ય અને ગોત્રના ભાંગા કહીને મોહનીય કર્મને કહીશું. ૫૪૫।।
૧૧મા ગુણઠાણે બંધનો અભાવ, ચારનો ઉદય અને નવની સત્તા, પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. ઉપશામકને ક્ષપક જેટલું વિશુદ્ધપણું નથી માટે નિદ્રાદ્દિકનો ઉદય હોય છે. ક્ષીણમોહે ચારનો ઉદય, છ ની સત્તા દ્વિચરમ સમય પર્યંત અને ચારનો ઉદય ચારની સત્તા ચરમ સમયે હોય છે.
કર્મસ્તવના મતે ક્ષપકને પણ નિદ્રાનો ઉદય માન્યો છે. તેથી ૯મે, ૧૦મે અને ૧૨મે નિદ્રાના ઉદયવાળા વિકલ્પ પણ સંભવે.
ગુણસ્થાનને વિષે જ્ઞાનવરણીય અને અંતરાય કર્મનો સંવેધ
વિકલ્પ
સત્તા
૧
૫
૧
૫
બંધ
૫
ઉદય
૫
૫
ગુણસ્થાન ૧ થી ૧૦
૧૧ મે ૧૨ મે
* इंदिय पज्जत्तीए अणंतरे समये सव्वो वि निद्रापय- यलममुदीरगो होइ खीणकसायखवगे मोत्तूण
૧૪૭