________________
બે સપ્તતિકા કર્મગ્રંથ ઈ000
(૨૧) નપુંસકવેદ માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ - ૮ (૨૩,૨૫, ૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા -૧૩૯૪૫ ઉદયસ્થાન - ૯(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૧૯ સત્તાસ્થાનઃ - ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
દેવને નપુંસકવેદનો ઉદય ન હોય અને કેવલી ભગવંત અવેદી હોય છે. તેથી દેવના ૬૪+૮ કેવલી ભગવંતના એ પ્રમાણે ૭૨ ઉદયભાંગા વિના શેષ ૭૭૧૯ ઉદયભાંગા સંભવે. તે આ પ્રમાણે.
એકે. ના ૪૨, વિકલ. ના ૬૬, સામા. વિ. ના ૪૯૦૬, વૈ. તિ. ના ૫૬, સામા. મનુ. ના ૨૬૦૨, વૈ. મનુ.ના ૩૫, આહા. મનુ.ના ૭ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૭૭૧૯ ઉદયભાંગા સંભવે.
૨૩ના બંધના ૪, ૨૫ ના બંધના ૨૪ (અપર્યા. મનુ. પ્રાયો. ૧ વિના) ૨૬ ના બંધના ૧૬, ૨૯ ના બંધના વિકલે પ્રાયો. ૨૪ અને ૩૦ ના બંધના વિકલે. પ્રાયો. ૨૪ એ પ્રમાણે કુલ ૯૨ બંધભાંગાનો સંવેધ, ઓઘ સંવેધમાં ૨૩ ના બંધના સંવેધમાં જણાવ્યા મુજબ જ જાણવો. (જૂઓ પા. ૭૨)
અપર્યા. મનુ. પ્રાયો. ૨૫ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ સામાન્ય (ઓઘ) સંવેધમાં જણાવ્યા મુજબ જ જાણવો. (જૂઓ પા. ૭૮ થી ૮૦)
પંચે.તિ.પ્રાયો. ર૯ ના બંધના૪૬૦૮ અને ૩૦ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે કુલ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે –
૯૨૧૬ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૦૯ સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
પૂર્વોક્ત ૭૭૧૯ ઉદયભાંગામાંથી આહા. મનુ. ના ૭ અને વૈક્રિય મનુ. ના ઉદ્યોતના ઉદયવાળા ૩ એ પ્રમાણે ૧૦ ઉદયભાંગા વિના શેષ ૭૭૦૯ ઉદયભાંગા સંભવે.
સંવેધ આ પ્રમાણે
૩૩૮