________________
કીર્થ સપ્તતિકા કર્મગ્રંથ પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ બંધભાંગા પણ ન સંભવે તેથી ૧૩૯૩૪ બંધભાંગા કૃષ્ણલેશ્યા માર્ગણાએ સંભવે.
દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ ઉદયભાંગા ચાર ગુણ.ની વિવક્ષાએ ૭૭૭૩ અને છ ગુણ.ની અપેક્ષાએ ૭૭૮૩ સંભવે, સત્તાસ્થાન તો ભાવલેશ્યાની અપેક્ષાએ જેમ ૯૩ વિ. ૭ ઘટે.
સંવેધ આ પ્રમાણે –
કૃષ્ણલેશ્યા માર્ગણાએ મન. પ્રાયો. ર૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાના સંવેધમાં નારકીના ૫, ઉદયભાંગે ૯૨, ૮૮ બે સત્તાસ્થાન જાણવા. ૮૯ ની સત્તા ન સંભવે. કારણ કે જિનનામની સત્તાવાળો ૧ થી ૩ નારકીમાં જ ઉત્પન્ન થાય છે અને ત્યાં કૃષ્ણલેશ્યાનો સંભવ નથી.
કૃષ્ણલેશ્યા માર્ગણાએ નરક પ્રાયો. ૨૮ ના બંધના ૧ બંધભાંગાના સંવેધમાં પણ મનુષ્યના ૧૧૫૨ ઉદયભાંગે ૯૨,૮૮,૮૬ એ ત્રણ સત્તાસ્થાન સંભવે. ૮૯ નું સત્તાસ્થાન ન સંભવે કારણ કે જિનનામની સત્તાવાળા મનુષ્યને નરક પ્રાયો. ૨૮ નો બંધ છેલ્લા અંતર્મુહૂર્તમાં સંભવે અને “જે લેગ્યાએ મરે તે લેગ્યાએ ઉત્પન્ન થાય” એ નિયમથી પ્રથમની ત્રણ નારકીમાં કૃષ્ણ લેશ્યાનો અભાવ હોવાથી છેલ્લા અંતમુહૂતમાં જિનનામની સત્તાવાળાને કૃષ્ણ લેશ્યા સંભવે નહીં. તેથી ૮૯ નું સત્તાસ્થાન ન ઘટે. (ભાવ લેશ્યાની અપેક્ષાએ ૮૯નું સત્તા. ઘટે)
નીલ અને કાપોત લેશ્યા માર્ગણાએ દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ મન. પ્રાયો. ૩૦ના બંધના ૮ બંધભાંગાના સંવેધમાં નારકીના ૫ ઉદયભાંગા જ સંભવે. દેવના ૬૪ ઉદયભાંગ ન સંભવે, કારણ કે મનુષ્ય પ્રા. ૩૦ નો જિનનામ સહિત બંધ વૈમાનિક દેવો જ કરે અને તેઓને નીલકાપોત વેશ્યાનો અભાવ છે. માટે દેવના ઉદયભાંગા સંભવે નહીં, નારકીને તો ૩ જી નરકમાં નીલ-કાપોત બંને વેશ્યાનો સંભવ છે અને ત્યાંથી નીકળીને તીર્થંકર થાય છે. માટે સંભવે.
તેથી મનુ. પ્રા. ૩૦ના બંધમાં નારકીના જ પાંચ ઉદયભાંગાનો સંવેધ જાણવો અને સત્તા ૮૯ ની જ ઘટે. બાકીના સર્વ બંધસ્થાનકનો સંવેધ ભાવલેશ્યાની અપેક્ષાએ કહેલા સંવેધ પ્રમાણે જાણવો.
મહેસાણાવાળા ૫-૬ કર્મગ્રંથ સાર્થના પુસ્તકમાં કૃષ્ણ-નીલ-કાપોત લેગ્યા માર્ગણાએ ૧૩૯૪૨ બંધભાંગા કહ્યા છે. તેથી દેવ પ્રા. ૨૯ નો બંધ અને મનુ. પ્રા. ૩૦નો બંધ જે જિનનામ સહિત છે તે ગણ્યો છે. તેથી ૯૩નું સત્તાસ્થાન મનુષ્ય અને દેવના ઉદયભાંગે ઘટે છે. તે કહ્યું નથી તેનું શું કારણ તે ખ્યાલ આવતો નથી.
૩૬૯