________________
sobre la boca malası safziu Belcholine (૫૬,૫૭,૫૮) મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમકિત માર્ગણાએ
નામકર્મનો સંવેધ મિથ્યાત્વ માર્ગણાએ મિથ્યાત્વ ગુણઠાણામાં જણાવ્યા મુજબ સંવેધ જાણવો. સાસ્વાદન માર્ગણાએ સાસ્વાદન ગુણઠાણામાં જણાવ્યા મુજબ સંવેધ જાણવો. મિશ્ર માર્ગણાએ મિશ્ર ગુણઠાણે જણાવ્યા મુજબ સંવેધ જાણવો.
(૫૯) સંજ્ઞી માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા:- ૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૭૫ સત્તાસ્થાન :-૧૦ (૯૩, ૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
એકે. ના ૪૨, વિકલે. ના ૬૬ અને કેવલી મનુ. ના ૮ એ પ્રમાણે ૧૧૬ ઉદયભાંગા વિના શેષ ૭૬૭૫ ઉદયભાંગા સંભવે.
કેવલી ભગવંતની વિવક્ષા સંજ્ઞીને વિશે કરીએ તો ૨૦, ૯ અને ૮ એ ત્રણ ઉદયસ્થાન અને ૮ ઉદયભાંગા અધિક સંભવે તો કુલ ૭૬૮૩ ઉદયભાંગા સંભવે. અને સત્તાસ્થાન પણ ૯ અને ૮ નું સંભવે. તેથી સર્વે સત્તાસ્થાનો સંભવે.
અહીં ૧૩૯૪૫ બંધભાંગાનો સંવેધ પંચેન્દ્રિય જાતિ માર્ગણાને વિશે જણાવ્યા મુજબ જ જાણવો. ફક્ત સંજ્ઞીને વિષે કેવલી ભગવંતના ઉદયભાંગાની વિવક્ષા ન કરીએ તો અબંધને વિષે ૧૧ અને ૧૨ બે ગુણઠાણાનો જ એટલે કે ૭૨ ઉદયભાંગાનો સંવેધ સંભવે. અન્યથા કેવલીને સંજ્ઞી ગણીએ તો અબંધનો સંવેધ ઓઘસંવેધ પ્રમાણે જાણવો.
(૬૦) અસંજ્ઞી માર્ગગામાં નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૬ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦)
બંધભાંગા:- ૧૩૯૨૬ ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૧૩૨ સત્તાસ્થાન :-૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
અસંજ્ઞીને મનુ. પ્રાયો. ૩૦ ના બંધના ૮, દેવ પ્રાયો. ૨૯ ના બંધના ૮, ૩૦ના બંધનો ૧, ૩૧ ના બંધનો ૧ અને અપ્રાયો ૧ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગ ન સંભવે. તેથી શેષ ૧૩૯૨૬ બંધભાંગા ઘટે.
૪૦૧