________________
માર્ગણામાં આયુષ્ય કર્મ તેજો પદ્મ લેશ્યા નરકગતિમાં નથી. તેથી નરકના ૫ ભાંગ ન સંભવે તેમજ તેજો પદ્મ લેશ્યાવાળા નરકાયુનો બંધ પણ ન કરે. તેથી તિર્યંચ અને મનુષ્ય એ લેસ્થામાં વર્તતા નરકાયુનો બંધ કરતા ન હોવાથી નરકાયુના બંધનો ૧-૧ એ પ્રમાણે ૭ ભાંગા પૂર્વોક્ત ૨૮માંથી બાદ કરતાં ૨૧ વિકલ્પો સંભવે (બંધ પછીના સર્વે ભાંગા સંભવે).
મંદ શુક્લ લેક્ષાવાળાને તેજો પદ્મ લેશ્યાની જેમ બંધ સંભવે છે. એ અપેક્ષાએ ત્યાં જણાવ્યા મુજબ ૨૧ વિકલ્પો જાણવા.
વિશુદ્ધ શુક્લ લેક્ષાવાળા દેવો, તિર્યંચ આયુષ્યનો પણ બંધ ન કરે તેથી તિર્યંચાયુના બંધ વિનાના શેષ ૪ ભાંગા દેવોને સંભવે.
તીવ્ર શુક્લકેશી તિર્યંચ અને મનુષ્ય દેવાયુનો જ બંધ કરે તેથી દેવાયુ વિના શેષ ત્રણ આયુષ્યના બંધ વિનાના બાકી ૬-૬ ભાંગા તિર્યંચ અને મનુષ્યને સંભવે છે. એ પ્રમાણે તીવ્ર શુક્લ લેશ્યાની અપેક્ષાએ ૧૬ ભાંગા પણ સંભવે. તે સંક્ષેપમાં આ પ્રમાણે
મનુષ્યગતિના – ૬, દેવગતિના – ૪ અને તિર્યંચ ગતિના ૬ કુલ - ૧૬ ૧૧) ભવ્ય ઉત્તરભેદ
ભાંગા ૧) ભવ્ય, અભવ્ય
૨૮ ભવ્ય અને અભવ્ય ચાર ગતિમાં હોય છે અને તત્તપ્રાયોગ્ય દરેક આયુનો બંધ કરે છે. તેથી પૂર્વોક્ત ૨૮ ભાંગા જાણવા. ૧૨) સમ્યકત્વ ઉત્તરભેદ
ભાંગા ઉપશમ, મિશ્ર ૧૬ (મિશ્ર. ગુણ. જેમ) ક્ષાયિક
૧૫ ક્ષાયોપશમ
૨૦ (ચોથા ગુણ. ની જેમ)
સાસ્વાદન
૨૬
મિથ્યાત્વ
२८
ઉપશમ અને મિશ્ર ચારે ગતિમાં હોય છે. પરંતુ ત્યાં વર્તતો જીવ આયુષ્યનો બંધ કરતો નથી. તેથી દેવ અને નારકના બંધકાળના ૨-૨ અને તિર્યંચ તથા મનુષ્યના ૪-૪ એ પ્રમાણે ૧૨ ભાંગા પૂર્વોક્ત ૨૮માંથી બાદ કરતાં શેષ રહેલા ૧૬ ભાંગા સંભવે. બંધકાળ પહેલાનાં અને બંધકાળ પછીના સર્વે ભાંગા સંભવે.
૨૪૮