________________
Sake
. યોગમાર્ગણામાં નામકર્મ 900
સંવેધ આ પ્રમાણે
૨૪ બંધભાંગાના સંવેધ પ્રમાણે સંવેધ જાણવો. ફક્ત નારકીના ૧ ઉદયભાંગે ૯૨,૮૯,૮૮ એ ત્રણ સત્તાસ્થાન સંભવે. એટલે ૮૯ની સત્તા અધિક સમજવી.
૨૯ના ઉદયે નારકીના ૧ ઉદયભાંગે × ૩ (૯૨,૮૯,૮૮) ની સત્તા.
દેવ પ્રા.૨૮ ના બંધના ૮, ૨૯ના બંધના ૮, મનુ. પ્રાયો.૩૦ ના બંધના ૮, એમ કુલ ૨૪ બંધભાંગાનો સંવેધ મનોયોગ માર્ગણામાં જણાવ્યા મુજબ જ જાણવો. કારણ કે વિકલે. તે ૨૪ બંધભાંગા બાંધે નહીં. (જુઓ પા. ૩૧૭, ૩૧૮)
નરક પ્રાયો. ૨૮ ના બંધનો ૧, દેવ પ્રાયો. ૩૦-૩૧ ના બંધનો ૧-૧ અને અપ્રાયોગ્ય ૧ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૪ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જાણવો.
૧
(જુઓ પા. ૮૧ તથા ૧૦૫ થી ૧૧૦)
અબંધનો સંવેધ મનોયોગ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. (જુઓ પા. ૩૨૦) (૧૮) કાયયોગ માર્ગણાએ નામકર્મનો સંવેધ
બંધસ્થાનઃ- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા :-૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૧૦(૨૦,૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૮૯ સત્તાસ્થાનઃ- ૧૦(૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
૯ અને ૮નું ઉદયસ્થાન અયોગિ ગુણઠાણે છે ત્યારે કાયયોગ હોય નહીં તેથી તેના ર ઉદયભાંગા વિના શેષ ૭૭૮૯ ઉદયભાંગા સંભવે.
૯ અને ૮ ની સત્તા ૧૪માં ગુણઠાણે હોય માટે અહીં ન સંભવે.
અહીં અબંધકના સંવેધમાં ૮ અને ૯ નું ઉદયસ્થાન ન હોય, તે સિવાયના સર્વ બંધસ્થાનકો અને અબંધનો સંવેધ ઓઘ સંવેધ પ્રમાણે જાણવો. (જુઓ પા. ૭૦ થી ૧૧૫) (૫) વેદ માર્ગણાએ નામકર્મનો સંવેધ (૧૯) પુરુષવેદ માર્ગણાને વિશે નામકર્મનો સંવેધ
બંધસ્થાન:- ૮ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા :-૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૮(૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૬૭૦ સત્તાસ્થાનઃ- ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
એકે. વિકલે. અને નારકી ફક્ત નપુંસકવેદી છે અને કેવલી ભગવંત અવેદી છે તેથી એકે. ના
૩૩૧