________________
હકીક0% સપ્તતિકા કર્મગ્રંથ
ર હી છે ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિની શરૂઆત મનુષ્યો જ કરે છે. પરંતુ તેનો નિષ્ઠાપક ચારે ગતિનો જીવ હોય છે. તેથી પૂર્વે ચારમાંથી કોઈ પણ ગતિના આયુષ્યનો બંધ કર્યા પછી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે અને ક્ષાયિક સમદષ્ટિ મનુષ્ય દેવાયુનો જ બંધ કરે છે. તેથી મનુષ્યને બંધકાળ પૂર્વનો એક, બંધકાળનો એક અને બંધકાળ પછીના સર્વે એ પ્રમાણે ૬ ભાંગા મન પર્યવજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવા. તથા
સાયિક સમકિતીદેવ અને નારકી મનુષ્યાયુનો જ બંધ કરે તેથી તેઓને બંધકાળ પૂર્વેનો એક, બંધકાળનો એક અને બંધકાળ પછીનો એક એ પ્રમાણે ૩-૩ ભાંગા સંભવે.
ક્ષાયિક સમકિતી યુગલિક તિર્યંચ દેવાયુનો જ બંધ કરે તેથી તેઓને ઉપર જણાવ્યા મુજબ ૩ ભાંગા જ સંભવે.
પૂર્વે બધ્ધાયુષ્ક ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરતો મનુષ્ય સમકિત મોહનીયના છેલ્લા ગ્રાસમાં વર્તતો ભવક્ષયે કાળ કરી ચારે ગતિમાં જાય છે અથવા ક્ષાયિક સમ. ને પ્રાપ્ત કરી પછી આયુષ્ય ક્ષય ચારે ગતિમાં જાય છે. તેથી દેવ-નારકને અને તિર્યંચને બંધકાળ પછીના સર્વે ભાંગ ન સંભવે કારણ કે ત્યાં તેને અશુભ આયુષ્યના બંધનો અભાવ છે.
માટે મનુષ્યના ૬, દેવ-નારક અને તિર્યંચના ૩-૩-૩ એ પ્રમાણે કુલ ૧૫ ભાંગા સંભવે.
લાયોપશમ સમકિતી ચારે ગતિમાં હોય છે. પરતું આ સમકિતમાં વર્તતોદેવ-નારકી મનુષ્યાયુનો અને તિર્યચ-મનુષ્ય દેવાયુનો જ બંધ કરતા હોવાથી મતિજ્ઞાનાદિમાં જણાવ્યા પ્રમાણે ૨૦ ભાંગા સંભવે.
સાસ્વાદન સમ. ચારે ગતિમાં પ્રાપ્ત થાય છે. પરંતુ ત્યાં નરકાયુનો બંધ સંભવતો નથી. તેથી તિર્યંચ-મનુષ્યના નરકાયુના બંધકાળના ૧-૧ ભાંગા વિના શેષ ૮-૮ અને દેવ-નારકના ૫-૫ એ પ્રમાણે કુલ ર૬ ભાંગા સંભવે છે.
મિશ્રાદ્રષ્ટિ ચારે ગતિના જીવો તત્ત~ાયોગ્ય દરેક આયુનો બંધ કરતા હોવાથી પૂર્વોક્ત ૨૮ ભાંગા જાણવા. ૧૩) સંજ્ઞી ઉત્તરભેદ
ભાંગા ૧) સંજ્ઞી ૨)
અસંજ્ઞી
-
૨૮
૧૪
૨૪૯