________________
20 સપ્તતિકા કર્મગ્રંથ 5000
ઉદયસ્થાનઃ- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગાઃ- ૭૭૬૮ સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
(જૂઓ પાના નં. ૭૮)
અહીં દેવના પણ ઉદયભાંગા હોય
૨૫ના બંધે અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૧ બંધભાંગાનો સંવેધ
ઉદયસ્થાનઃ- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગાઃ- ૭૭૦૧ સત્તાસ્થાન:- ૪ (૯૨,૮૮,૮૬,૮૦) (જૂઓ પાના નં. ૭૮)
આ પ્રમાણે ૨૫ બંધભાંગાનો સંવેધ પૂર્વે ૨૫ના બંધમાં જણાવ્યા પ્રમાણે જાણવો. ૨૬નો બંધ
બંધભાંગા ૧૬ ઉદયસ્થાનઃ- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૬૮ સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૬નો બંધ મિથ્યાદ્રષ્ટિ જ કરે છે તેથી અહીં સામાન્યથી અને વિશેષથી ૨૬ના બંધનો સંવેધ પૂર્વે ૨૬ના બંધમાં જણાવ્યા મુજબ જ જાણવો. (જૂઓ પા. ૭૯૮૦)
૨૮નો બંધ
બંધભાંગા ૯ ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૩૫૪૪ સત્તાસ્થાનઃ- ૪ (૯૨,૮૯,૮૮,૮૬)
મિથ્યાત્વ ગુણસ્થાને દેવ પ્રાયોગ્ય અને નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા પંચે. તિર્યંચ, મનુષ્ય અને વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યો જ કરે છે. તેથી વૈ.તિ.ના ૫૬ અને વૈ. મનુ.ના ૩૨ (ઉદ્યોતના ૩ વિનાના) સામા. તિર્યંચના ૩૦ના ઉદયના ૧૧૫૨, સામા. તિ. ના ૩૧ના ઉદયના ૧૧૫૨, સા.મ.ના ૩૦ના ૧૧૫૨ એ પ્રમાણે કુલ ૩૫૪૪ ઉદયભાંગા હોય છે. મિથ્યાત્વે અપર્યાપ્ત અવસ્થામાં દેવ કે નરક પ્રાયોગ્ય બંધ થાય નહીં.
અહીં દેવ પ્રાયોગ્ય અને નરકપ્રાયોગ્ય બંધ છે, તેથા ૯૨,૮૮ એ સત્તાસ્થાન સામાન્યથી હોય, પૂર્વે નરકાયુ બાંધી પછી ક્ષાયો. સમ્યકત્વ પામી જિનનામનો બંધ કરી નરકમાં જતી વખતે અંતર્મુહૂર્ત પહેલા મનુષ્યને મિથ્યાત્વ ગુણસ્થાને નરક પ્રાયોગ્ય ૨૮ના બંધ વખતે ૮૯ની સત્તા હોય છે અને પૂર્વે એકેન્દ્રિયમાંથી વૈક્રિય અષ્ટકની ઉલના કરી ૮૦ની સત્તાવાળો જીવ મનુષ્ય કે
૧૮૪