________________
૨૭ઈશ્વગુણસ્થાનકમાંનામકર્મચ્છર
દેવના
નારકીના ૨૯ ના ઉદયનો આ રીતે એકે. ના આદિના કુલ ઉદયભાંગા આ પ્રમાણે એકે. ના વિકલે. ના
- ૧૨ પંચે. તિ. ના
- ૨૬૦૦ મનુષ્યના
૧૪૪૮
- ૩૨ નારકીનો
૪૦૯૭ કુલ ઉદયભાંગા સત્તાસ્થાન :- ૯૨ અને ૮૮ એ બે જ સાસ્વાદન ગુણઠાણે હોય છે. કારણ કે જિનનામની સત્તાવાળો સાસ્વાદને તથાસ્વભાવથી જ જતો નથી તેથી ૯૩, ૮૯ ની સત્તા ન હોય અને ૮૬, ૮૦ (શ્રેણી વિનાનું) અને ૭૮ એ ત્રણ સત્તાસ્થાન એકેન્દ્રિયમાં અને ત્યાંથી ઉદ્દલના કરી આવેલાને હોય છે અને તેઓને એ સમયે સાસ્વાદન હોય નહીં માટે ન સંભવે અને તે સિવાયના અહીં નહીં ઘટતા સત્તાસ્થાનો શ્રેણીના છે માટે ન હોય.
અહીં ૯૨/૮૮ એ બે સત્તાસ્થાન મનુષ્યના ૩૦ ના ઉદયના ૧૧૫ર ઉદયભાંગે જ સંભવે છે તે સિવાયના તમામ ઉદયભાંગે એક ૮૮ નું જ સત્તાસ્થાન હોય છે.
કારણ કે એકે. વિકલે, તિર્યંચ, દેવ અને નારકીમાં જેસાસ્વાદન ગુણઠાણું આવે છે તે અનાદિ મિથ્યાત્વી ઉપશમ સમકિત પામે ત્યાંથી પડતા આવે છે અને તે સમયે આહા. દ્વિક બાંધેલું હોતું નથી, માટે ૯૨ નું સત્તાસ્થાન બીજા ઉદયસ્થાનોમાં ઘટે નહીં.
સાસ્વાદન ઉપશમ સમ.થી પડતા ને હોય છે અને ઉપશમ સમ્યકત્વ તે અનાદિનું સમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે અને શ્રેણીમાં જ હોય છે.
ઉપશમ શ્રેણીથી જીવ કાળ કરી અનુત્તરમાં જાય ત્યારે ચોથું ગુણઠાણું હોય પરંતુ સાસ્વાદન ન હોય, કારણ કે અનુત્તરમાં (અથવા વૈમાનિકમાં) ચોથું ગુણ. લઈને જ જાય છે.
અબધ્ધાયુ ઉપશમ શ્રેણી કરી ક્રમશઃ પડી સાસ્વાદને આવે, પરંતુ ત્યાં કાળ કરતો નથી, મિથ્યાત્વે આવી આયુષ્ય બાંધીને મરે છે, માટે શ્રેણીથી પડતી વખતનું સાસ્વાદન એકેન્દ્રિયાદિમાં હોય નહીં. માટે ત્યાં આહા. દિકની સત્તા ઘટતી નથી.
૧૯૩)