________________
W ગુણસ્થાનકમાંનામકર્મ ૨૭૨૦ સર્વ શુભ પ્રકૃતિ બંધાતી હોવાથી ચારેય બંધસ્થાનનો ૧-૧ ભાંગો એ પ્રમાણે કુલ ૪ બંધભાંગા થાય છે. - સાતમાં ગુણઠાણે લબ્ધિ ફોરવે નહિં પરંતુ છકે લબ્ધિ ફોરવી સાતમે આવે તેથી વૈ. મનુ. અને આહા. મનુ.નો સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાનો ૨૯ ના ઉદયનો સ્વરવાળો ૧-૧ અને ૩૦ ના ઉદયનો ૧-૧ એ પ્રમાણે ચાર અને સામા. મનુ ના સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાના ૩૦ ના ઉદયના પૂર્વે જણાવ્યા મુજબ ૧૪૪ એ પ્રમાણે કુલ ૧૪૮ ઉદયભાંગા ઘટે છે. (સપ્તતિકા ગા.૪૭ ની મલયગિરિજીટીકા, સપ્તતિકાભાષ્ય ગા.૧૩૨).
અહીં ૨૯ નો અને ૩૧નો બંધ જિનનામ સહિત છે. અને ૨૮ નો અને ૩૦ નો બંધ જિનનામ રહિત છે. તેથી ૯૩/૯૨/૮૯/૮૮ એ ચાર સત્તાસ્થાન સંભવે છે.
અપ્રમત્ત સંયત ગુણઠાણે સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૯ વૈ.મનુ.ના ૧,આહા.મન.નો ૧-૨ ૯૩,૯૨,૮૯,૮૮ ૩૦ વૈ.મનુ.ના ૧,આહા.મનુ.નો ૧
સામા.મન.ના ૧૪૪ ૧૪૬ ૯૩,૯૨,૮૯,૮૮
અપ્રમત્ત સંયત ગુણઠાણે વિશેષથી સંવેધ દેવપ્રાયો - ૨૮નો બંધ
બંધભાંગા - ૧ ઉદયસ્થાનઃ- ૨ (૨૯,૩૦)
ઉદયભાંગા:- ૧૪૬ સત્તાસ્થાનઃ- ૧ (૮૮).
અહીં ઉદયસ્થાન અને ઉદયભાંગા પૂર્વે જણાવ્યા મુજબ જાણવા, પરંતુ અહીં આહા. ના ઉદયવાળા અવશ્ય આહારક દ્રિક બાંધે, અહીં ૨૮ નો બંધ આહા. રહિત છે, તેથી આહા. મનુ. ના ૨ ઉદયભાંગા ન હોય તેથી તે બાદ કરવાથી ૧૪૬ ઉદયભાંગા સંભવે.
અપ્રમત્ત ગુણઠાણે જિનનામ અને આહારકની સત્તા હોય તો તેનો અવશ્ય બંધ હોય જ, અહીં ૨૮ નો બંધ ઉભય રહિત છે. તેથી ૯૩/૯૨/૮૯ નું સત્તાસ્થાન ન ઘટે પરંતુ એક ૮૮ નું જ સત્તાસ્થાન સંભવે.
અહીં આહા. દ્રિક અને જિનનામમાંથી જેનો બંધ હોય તેની સત્તા પણ હોય. જેનો બંધ ન હોય તેની સત્તા પણ ન હોય. બન્નેનો બંધ ન હોય તો સત્તા પણ ન હોય. દા. ત. ૨૮ ના બંધે ૮૮
૨૧૧)