________________
છa
Neણે સપ્તતિકા કર્મગ્રંથ આ પ્રમાણે ૧૩૯૧૭ બંધભાંગાનો સંવેધ અહીં જણાવ્યો છે. ૧) મનુ. પ્રાયો. ૩૦ના બંધના - ૮ ૨) દેવ પ્રાયો. ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ ના - ૧૮ = ૩) નરક પ્રાયોગ્ય ૨૮ નો – ૧ ૪) અપ્રાયોગ્ય ૧ના બંધનો – ૧
|- - - -
આ પ્રમાણે ૨૮ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધની જેમ જાણવો. તેથી અહીં ફરી લખ્યો નથી તથા અબંધકનો સંવેધ ઓઘ સંવેધની જેમ જાણવો. (જુઓ પા. ૧૦૮ થી ૧૧૦)
૧૩૯૧૭ + ૨૮ = ૧૩૯૪૫ બંધભાંગા આ પ્રમાણે સંજ્ઞી પર્યા. ને વિષે ૧૩૯૪૫ બંધભાંગાનો સંવેધ જણાવ્યો છે. આ પ્રમાણે ચૌદ જીવસ્થાનને વિષે આઠે કર્મનો સંવેધ જણાવ્યો. ગુણસ્થાને જ્ઞાનાવરણ, અંતરાય અને દર્શનાવરણના ભાંગા
नाणंतराय तिविहमवि, दससु दो हुंति दोसु ठाणेसुं; ।
मिच्छासाणे बीए, नव चउ पण नव य संतंसा ॥४३।। ગાથાર્થ જ્ઞાના. અને અંતરાયનો દશ ગુણસ્થાનને વિષે ત્રણ પ્રકારવાળો (બંધ, ઉદય અને
સત્તાને આશ્રયી) ભાંગો હોય છે અને (૧૧.૧૨ એ) બે ગુણસ્થાનને વિષે બે પ્રકારનો (ઉદય અને સત્તાવાળો) ભાંગો હોય છે. મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણઠાણે
દર્શનાવરણીયનો નવનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. જવા હવે આઠ કર્મના ભાંગા ૧૪ ગુણસ્થાનને વિષે જણાવે છે. જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મની પાંચ પ્રકૃતિનો બંધ, ઉદય અને સત્તાનો ભાંગો મિથ્યાત્વથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન સુધી હોય છે અને ૧૧ મે અને ૧૨ મે ગુણઠાણે બંધના અભાવમાં પાંચનો ઉદય અને પાંચની સત્તા હોય છે. બીજા દર્શનાવરણીય કર્મને વિષે મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણઠાણે નવનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે.
૧૪૬