________________
ગુણસ્થાનકમાં યોગાદિ ગુણિતમોહી
મિથ્યાત્વ ગુણઠાણે ૮ ચોવીસી અને ૬૮ પદચોવીસી છે. તેમાં ૪ ચોવીસી અને ૩૬ પદચોવીસી અનંતાનુબંધીના ઉદયવાળી છે અને ૪ ચોવીસી અને ૩૨ પરચોવીસી અનંતાનુબંધીના ઉદયરહિત છે. તે આ પ્રમાણે અહિં ૧૩યોગમાંથી ચાર મનના, ચાર વચનના, ઔદારિક કાયયોગ અને વૈક્રિય કાયયોગ = ૧૦ યોગે ૮ ચોવીસી અને ૬૮ પદચોવીસી સંભવે અને ઔદારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર અને કાર્પણ કાયયોગ=૩, યોગે અનંતાનુબંધીના ઉદયવાળી ૪ ચોવીસી અને ૩૬ પદચોવીસી જ સંભવે. પણ અનંતાનુબંધીના ઉદયરહિતની ચોવીસી વિગેરે ન સંભવે કારણ કે મિથ્યાત્વ ગુણઠાણે અનંતાનુબંધીના ઉદય વિના જીવ મરતો નથી અને આ ત્રણ યોગ વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રારંભના અંતર્મુહૂર્તમાં જ સંભવે છે અને ત્યાં અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે. માટે અનં.ના ઉદય રહિતને આ ત્રણ યોગ ઘટે નહિં.
ચોવીસી ગુણિત ઉદયભાંગા પદચોવીશી પદવૃંદ યોગ ૧૦x૮ = ૮૦૯૨ x ૨૪ = ૨૨૦૮ ૧૦૪ ૬૮ = ૬૮૦,૭૮૮ ૪૨૪ = ૧૮૯૧૨ ૩ ૪૪ = ૧૨
૩ ૪ ૩૬ = ૧૦૮ ઉપયોગ ૫ x ૮ = ૪૦ x ૨૪ = ૯૬૦ ૫ x ૬૮ = ૩૪૦ x ૨૪ = ૮૧૬૦ લેશ્યા ૬ x ૮ = ૪૮ x ૨૪ = ૧૧૫૨ ૬ x ૬૮ = ૪૦૮ ૪ ૨૪ = ૯૭૯૨
પહેલા ગુણઠાણે ૨૮, ૨૭ અને ૨૬ આ ત્રણ સત્તાસ્થાન છે. તેમાંથી અનંતાનુબંધી રહિતની ૪ ચોવીસીએ ૧૦ યોગ ઘટે છે. એટલે કે ૧૦૪૪ = ૪૦ ચોવીસીએ એક જ ૨૮ નું સત્તાસ્થાન સંભવે અને અનંતાનુબંધી સહિતની ૪ ચોવીસીએ ૧૩યોગ ઘટે છે. એટલે કે ૧૩ ૪ ૪ = પર ચોવીસીએ ૨૮, ૨૭, ૨૬ એ ત્રણે સત્તાસ્થાન સંભવે.
અહિં પ્રશ્ન થાય કે આગળ ચોવીસી ઉદયભાંગા વગેરે ગણતી વખતે ૧૦ અને ૩ એમ યોગ જુદા પાડીને ૮ ચો. અને ૪ ચો. સાથે ગુણાકાર કર્યો અને નહીં ૧૦ યોગ અને ૧૩યોગ એમ જુદા પાડીને ચોવીસી ગણી. આમ કેમ? બંને સ્થાને એક રીતે કરવું જોઈએ આમ ભિન્ન રીતે કરવાનું કારણ શું?
તેનું સમાધાન એ છે કે જો આગળ ૧૦ અને ૧૩ યોગ ગણી લઈએ તો કુલ યોગ ૨૩ થઈ જાય છે. કારણ કે યોગની મુખ્યતા છે. એટલે ૧૦ અને ૩ જ લેવા પડે. જ્યારે અહિં સત્તાસ્થાનની મુખ્યતા છે. એટલે યોગનો સરવાળો કરવાની જરૂર ન રહેવાથી, સુગમતા પડે માટે ૧૦ અને ૧૩ યોગ લઈને અનંતાનુબંધી સહિત કે રહિતની ચોવીસી ઉપર ઘટતા સત્તાસ્થાનો અહિં પણ ઘટાવ્યા છે
૧૬૫)