________________
છ
ત્ર સપ્તતિકા કર્મગ્રંથ છN .
જીવસ્થાને મોહનીય કર્મના ભાંગા अठ्ठसु पंचसु एगे, एग दुगं दस य मोहबंधगए।
तिग चउ नव उदयगए, तिग तिग पन्नरस संतंमि ॥ ४०॥ ગાથાર્થ : આઠ, પાંચ અને એક જીવભેદને વિષે અનુક્રમે મોહનીયના એક બે અને દસ બંધસ્થાન,
ત્રણ, ચાર અને નવ ઉદયસ્થાન અને ત્રણ, ત્રણ અને પંદર સત્તાસ્થાનો હોય છે. જવા સૂક્ષ્મ એકે. અપર્યા. અને પર્યા., બાદર એકે. અપર્યા., બેઈ અપર્યા, તેઈ. અપર્યા, ચલ. અપર્યા, અસંજ્ઞી પંચે. અપર્યા, સંજ્ઞી પંચે. અપર્યા, સર્વ લબ્ધિ અપર્યા. એ પ્રમાણે આઠ જીવભેદને વિષે એક રચનું બંધસ્થાન, ૮નું, ૯નું અને ૧૦નું એ ત્રણ ઉદયસ્થાન, (તેઓને અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે. માટે ૭ નું ઉદયસ્થાન ન સંભવે) અને ૨૮,૨૭, ૨૬ એ ત્રણ સત્તાસ્થાન હોય છે.
બાદર એકે. પર્યા, બેઈ. પર્યા. તેઈ પર્યા. ચઉ પર્યા, અને અસંજ્ઞી પંચે.પર્યા.એ પ્રમાણે પાંચ જીવભેદને વિષે ૨ બંધસ્થાન ૨૨નું અને ૨૧નું અહીં લબ્ધિ પર્યાપ્તાને કરણ અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન ગુણસ્થાન સંભવે છે. તેથી ૨૧નું બંધસ્થાન સંભવે. ૭,૮,૯ અને ૧૦ એ ચાર ઉદયસ્થાન અને ૨૮, ૨૭, ૨૬ એ ત્રણ સત્તાસ્થાન સંભવે છે. આ પાંચ જીવો જે પર્યાપ્ત કહ્યા તે લબ્ધિ પર્યાપ્ત સમજવા. જેથી કરણ અપ. અને કરણ પર્યાપ્ત એમ બને જીવો આવી જાય છે.
સંજ્ઞી પર્યાપ્તને વિષે બંધસ્થાન,નવ, ઉદયસ્થાન અને પંદર સત્તાસ્થાન સંભવે છે.
પ્રથમ ૮ જીવભેદને વિષે અપર્યાપ્તા કહ્યા તે લબ્ધિ અપર્યાપ્તા જાણવા. લબ્ધિ અપર્યાપ્તાને પ્રથમ ગુણસ્થાનક હોય છે.
જીવભેદ સૂક્ષ્મ એકે અપર્યા. પર્યા,બાદર એકે અપર્યા,બેઈ. અપર્યા,તેઈ અપર્યા. ચઉ. અપર્યા,અસંજ્ઞી અપર્યા. સંજ્ઞી અપર્યા.=૮ જીવભેદ.
બંધઃ ૨૨,બંધ ભાંગા =૬ ઉદયસ્થાનઃ (ત્રણ) ૮,૯,૧૦ સત્તાસ્થાન : ૨૮,૨૭,૨૬
અહીં અપર્યાપ્યો એટલે લબ્ધિ અપર્યાપ્ત હોવાથી તેઓને એક મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય છે. તેથી ૨૨નું એક જ બંધસ્થાન સંભવે છે તેમ જ તેઓને એક નપુંસક વેદનો જ ઉદય હોય છે. તેથી ૪ કષાય x ૨ યુગલ = ૮ ભાંગા (અષ્ટક થાય, ચોવીસી ન થાય)
(૧૨૨)