________________
જીવસ્થાનકમાં નામકર્મ દ
સાત અપર્યાપ્તાને વિશે નામકર્મનો સંવેધ
અહીં અપર્યા. એટલે લબ્ધિ અપર્યા. સમજવા. તેઓ એકેન્દ્રિય વિકલેન્દ્રિય તિર્યંચ અને મનુ. પ્રાયો. બંધ કરે. પરંતુ દેવ, નરક પ્રાયોગ્ય બંધ, અપ્રાયોગ્ય ૧ નો બંધ તેમજ સંયમ અને સમકિત ન હોવાથી જિનનામ અને આહા. દ્વિક સહિતના બંધ સ્થાનક બાંધતા નથી. તેથી એકે. પ્રા ૪૦, વિકલે પ્રા ૫૧, પં. તિર્યંચ પ્રા. ૯૨૧૭ અને મનુ. પ્રા. ૪૬૦૯ (૩૦ ના બંધના ૮ ભાંગા ન સંભવે) એ પ્રમાણે કુલ ૧૩૯૧૭ બંધભાંગા બાંધે. (દેવના-૧૮, નારકીનો-૧, મનુ. ના ૩૦ ના બંધના–૮ અને ૧ ના બંધનો – ૧ એ પ્રમાણે કુલ ૨૮ ભાંગા ન સંભવે.)
ઉદયસ્થાન દરેકને પ્રથમનાં બે જ છે. કારણ કે શરીર પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછીનાં ઉદયસ્થાન લબ્ધિ અપર્યાપ્તાને ન હોય.
સત્તાસ્થાન ૯૩, ૮૯ જિનનામ સહિત છે. તે ન હોય તથા અહીં નહિં ઘટતાં શેષ સત્તાસ્થાન ક્ષપકશ્રેણી અને કેવલીના છે. માટે ન સંભવે એકે. વિકલે. અને પંચે. તિર્યંચ પ્રાયોગ્ય બંધ કરે ત્યારે દરેક ઉદયભાંગે પાંચ-પાંચ સત્તાસ્થાન અને મનુ. પ્રાયો. બંધ કરે ત્યારે દરેક ઉદયભાંગે ચાર-ચાર સત્તાસ્થાન સંભવે. અહીં વ્યવહાર રાશિમાં આવી પછી ૭-૮નું ગુણ પામી આહા૦ ૨ બાધી પડેલાને ૯૨ની સત્તા હોય.
(૧) સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય વિષે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા : ૧૩૯૧૭ ઉદયસ્થાન ઃ ૨ (૨૧,૨૪) ઉદયભાંગા : ૩ સત્તાસ્થાન : ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
અહીં અપર્યા. નામકર્મના ઉદયવાળા જ ઉદયભાંગા સંભવે તેથી
૨૧ના ઉદયનો (૧) સૂક્ષ્મ અપર્યા. અપયશ.
૨૪ના ઉદયના (૧) સૂક્ષ્મ અપર્યા. પ્રત્યેક અપયશ.
(૨) સૂક્ષ્મ અપર્યા. સાધારણ અપયશ
એકે. પ્રા. ના ૪૦, વિકલે. પ્રા. ના ૫૧ અને તિર્યંચ પંચે. પ્રા. ના ૯૨૧૭ એ પ્રમાણે કુલ તિર્યંચના ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે.
ઉદયભાંગા
સત્તાસ્થાન
૨૧ના ઉદયે ૧
૨૧ના ઉદયે ૨
૫ (૯૨, ૮૮, ૮૬,૮૦,૭૮)
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૧૨૫