________________
ટીકનામ કર્મનો સંવેધો
.
एगेगमेगतीसे, एगे एगुदय अट्ठ संतंमि ।
उवरयबंधे दस, दस, वेअगसंतंति ठाणाणि॥३४॥ ગાથાર્થ : એકત્રીસના બંધને વિષે એક ઉદયસ્થાન અને એક સત્તાસ્થાન હોય છે. એકના બંધને
વિષે એક ઉદયસ્થાન અને આઠ સત્તાસ્થાન હોય છે. બંધનો ઉપરમ થયે છતે ઉદયને વિષે દસ અને સત્તાને વિષે દસ સ્થાન હોય છે. ૩૪
૩૧નો બંધ ૩૧નો બંધ આહાદ્ધિક અને જિનનામ સહિત છે અને ૩૧નું બંધસ્થાન દેવ પ્રાયોગ્ય છે. તેથી અપ્રમત અને અપૂર્વકરણ ગુણસ્થાનવાળા મનુષ્યો જ ૩૧નો બંધ કરે છે. અહીં ગાથામાં તેઓને એક ઉદયસ્થાન જણાવ્યું છે. ત્યાં વૈક્રિય અને આહારક શરીરની વિવક્ષા નથી. માટે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા મનુષ્યોનું એક ૩૦ નું જ ઉદયસ્થાન જણાવ્યું છે. (જુઓ મલયગિરિજી ટીંક ગા. ૩૨)
પરંતુ પૂર્વે ૩૦ના બંધમાં જણાવ્યા મુજબ વૈક્રિય મનુષ્યના અનુક્રમે સ્વરવાળા અને ઉદ્યોતવાળા ર૯ અને ૩૦ના ઉદયનો ૧-૧ ભાંગો અને આહા. મનુષ્યના ૨૯ અને ૩૦ ના ઉદયના ૧-૧ ભાંગાની વિવક્ષા કરીએ તો ૨ ઉદયસ્થાન અને ૧૪૮ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે. (જુઓ સપ્તતિકા ભાષ્ય ગા. ૧૪૮)
૩૦ના ઉદયવાળા સામાન્ય મનુષ્યને સંઘયણ, સંસ્થાન, વિહાયોગતિ અને સ્વર એ ૪ વિકલ્પવાળી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે.
તેથી સંઘયાણ ૬ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૨ સ્વર = ૧૪૪ ઉદયભાંગાવૈ. મનુ. ના ૨ + આહા. મનુ. ના ૨ = ૧૪૮ કુલ ઉદયભાંગા
૩૧નો બંધનો સંવેધ દેવ પ્રાયોગ્ય ૩૧ નો બંધ
બંધમાંગ - ૧ ઉદયસ્થાન :- ૨ – (૨૯,૩૦)
ઉદયભાંગા – ૧૪૮ સત્તાસ્થાન :- ૧ – (૯૩)
દેવ પ્રાયોગ્ય ૩૧નો બંધ આહા. દ્વિક અને જિનનામ સહિત છે. તેથી દરેક ઉદયભાંગે એક ૯૩નું જ સત્તાસ્થાન સંભવે.
ઉદયભાગ
( ૧૧૧