________________
દીર્થ સપ્તતિકા કર્મગ્રંથ લઈ
પ્રથમ સત્તાચતુષ્કવાળો ક્ષપક શ્રેણી ચડે ત્યારે નવમાં ગુણઠાણાના પહેલા ભાગે નામકર્મની ૧૩ પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે અનુક્રમે ૮૦, ૭૯, ૭૬, ૭૫ એ ચાર સત્તાસ્થાન થાય. (બીજું સત્તાચતુષ્ક) તે નવમા ગુણસ્થાનના બીજા ભાગથી ચૌદમા ગુણસ્થાનના દ્વિચરમ સમય સુધી હોય છે. ચૌદમાના દિચરમ સમયે ૭૧ પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે સામાન્ય કેવલીને ૮ નું સત્તાસ્થાન અને તીર્થકર કેવલી નું સત્તાસ્થાન હોય છે તે ચૌદમા ગુણસ્થાનના ચરમ સમયે હોય છે.
૮૦નું સત્તાસ્થાન બે વિવક્ષાએ આવે છે પણ સંખ્યા તરીકે એક જ છે માટે તેને બે વખત ન ગણતાં એક જ વખત ગયું છે. એટલે કુલ સત્તાસ્થાન ૧૨ થયા.
જો એકેન્દ્રિયપણું પામ્યા પછી ત્યાં અંતર્મુહૂર્ત કરતાં વધારે રહે તો પ્રથમ દેવદ્ધિક અથવા નરકદ્ધિકની ઉવલના થાય ત્યાર પછી બાકીનું દ્રિક અને વૈક્રિયચતુષ્કની ઉવલના થાય.
તેઉ-વાયુના ભવમાં અંતર્મુહૂર્ત કરતાં વધારે રહે તો મનુષ્યદ્ધિકની ઉદ્દલના શરૂ કરે. આહારક ચતુષ્કની ઉલના અવિરતિ કરે.
દરેક ઉદ્વલના કરતાં પલ્યોપમનો અસં. ભાગ કાળ થાય. આ ઉવલના અગુણફલ કહેવાય અને તે પલ્યોના અસંહભાગકાળે થાય. ૪ થી ઉપરના ગુણસ્થાનકમાં ગુણહન ઉદ્વલના હોય.
નામકર્મના સામાન્યની બંધ-ઉદય-સત્તાસ્થાન अठ्ठ य बारस बारस, बंधोदय संतपयडिठाणाणि ।
ओहेणाएसेण य, जत्थ जहासंभवे विभजे ॥३२।। ગાથાર્થ નામકર્મના બંધ, ઉદય અને સત્તાના સ્થાનો અનુક્રમે આઠ, બાર અને બાર છે. તે
સામાન્યથી અને વિશેષથી જ્યાં જેટલા સંભવે ત્યાં તેટલા વિકલ્પ કરવા. ૩રા નામકર્મના બંધસ્થાન આઠ, ઉદયસ્થાન બાર અને સત્તાસ્થાન બાર છે તે ઓધથી એટલે સામાન્યથી અને આદેશથી એટલે વિશેષથી એટલે કયા બંધસ્થાને કેટલી ઉદયમાં અને કેટલી સત્તામાં હોય તેનો હવે વિસ્તાર વિચારવાનો છે. અર્થાત્ વિસ્તારથી સંવેધ કરવાનો છે જે હવે આગળ કહેવામાં આવે છે.