________________
.
૨૦૦૭નામ કર્મનો સંવેધો ૨૬નો બંધ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય જ છે.
બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૬ના બંધક જીવો સામાન્યથી ૨૫ના બંધક જણાવ્યા તે જ છે. તેથી ૨૬ના બંધમાં ઉદયસ્થાન, ઉદયભાંગા, સત્તાસ્થાન વિગેરે ૨૫ના ઓધ બંધમાં કહ્યા તે પ્રમાણે જ છે.
તેથી ૨૬ના બંધનો સામાન્ય સંવેધ ૨૫ના બંધના સામાન્ય સંવેધ મુજબ જ જાણવો તેમજ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ના બંધના ૮ બંધભાંગામાં જણાવ્યા પ્રમાણે વિશેષથી સંવેધ ૨૫ના બંધના મિક્ષ સંવેધની જેમ જ જાણવો. કારણ કે જીવો બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫નો બંધ કરે છે તે જ જીવો બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૬ ના બંધક છે. (જૂઓ પા. ૭૫-૭૬-૭૮)
આ બંધસ્થાનક એકે. વિક. તિર્યંચ, વૈ. તિ. સા. મનુષ્ય, વૈ. મનુષ્ય (ઉદ્યોત વિનાના) અને દેવો કરે છે તેથી ૨૫નો બંધ જે બા. ૫. એકે પ્રાયોગ્ય છે તે પ્રમાણે સંવેધ અને વિશેષ સંવેધ પણ તેજ પ્રમાણે સમજવો. જેથી અહીં ફરી લખેલ નથી.
૨૮ના બંધનો સંવેધ ૨૮નો બંધ
બંધભાંગા - ૯ ઉદયસ્થાનઃ - ૮-(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા-૭૬૦૨ સત્તાસ્થાનઃ-૪- (૯૨,૮૯,૮૮,૮૬).
૨૮નો બંધ દેવ પ્રાયોગ્ય અને નરક પ્રાયોગ્ય એમ બે પ્રકારે છે. તેના બંધક જીવો પંચે. તિર્યંચો અને મનુષ્યો છે તેથી ૭૬૦૨ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
સામા. તિર્યંચના અને સામા. મનુષ્યના ઉદયભાંગામાથી ૨૧ અને ૨૬ના ઉદયના અપર્યાપ્ત નામવાળા ૨-૨ ભાંગા ન ઘટે, કારણ કે લબ્ધિ અપર્યાપ્તા જીવો દેવ પ્રાયોગ્ય અને નરકપ્રાયોગ્ય બંધ ન કરે. તેથી સામા. તિર્યંચના ૪૯૦૪ વૈક્રિય તિર્યંચના ૫૬, સામા. મનુષ્યના૨૬૦૦, વૈક્રિય મનુષ્યના-૩૫ તથા આહારક મનુષ્યના-૭એ પ્રમાણે કુલ ૭૬૦૨ ઉદયભાંગા થાય છે. (એકે. ના-૪૨, વિધે. ના-૬૬, લબ્ધિ અપર્યા. તિર્યચ-મનુષ્યના-૪, કેવલી મનુષ્યના૮, દેવના-૬૪ અને નારકીના-૫ એ પ્રમાણે કુલ ૧૮૯ ઉદયભાંગા ન ઘટે,
(૮૧)