________________
5 સપ્તતિકા કર્મગ્રંથ
અહીં ૩૦ના ઉદયે છ સંસ્થાન × ૨ વિહાયોગતિ × ૨ સુભગ-દુર્ભાગ × ૨ સુસ્વર-દુસ્વર × ૨ નાદેય-અનાદેય × ૨ યશ-અયશના ૧૯૨ ભાંગા આ રીતે જાણવા.
૩૦ ના બંધનો સંવેધ
૩૦ નો બંધ
બંધભાંગા :- ૪૬૪૧
=
ઉદયસ્થાન :- ૯-(૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧) ઉદયભાંગા સત્તાસ્થાન :- ૭-(૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮)
બંધભાંગા :વિકલે. પ્રા.-૨૪, પંચે. તિર્યંચ. પ્રા.-૪૬૦૮, સામા. મનુ. પ્રા.-૮, દેવ પ્રા.-૧ એ પ્રમાણે કુલ ૪૬૪૧ બંધભાંગા
:- ૭૭૭૬
૩૦ના બંધક એકે., વિકલે., તિર્યંચ., મનુષ્યો, દેવ અને નારકો છે. તેથી ૭૭૭૬ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
ઉદયભાંગા
એકે. ના-૪૨, વિકલે. ના-૬૬, સામા. તિર્યંચના-૪૯૦૬, વૈક્રિય તિર્યંચના-૫૬, સામાન્ય મનુષ્યના-૨૬૦૨, વૈક્રિય મનુષ્યના-૩૨, દેવના-૬૪, નારકીના૫, ઉદ્યોતવાળા વૈક્રિય મનુષ્યના ૩ ભાંગામાંથી ૩૮ના ઉદયનો ૧ ભાંગો અને આહા. મનુષ્યનો ૨૯ અને ૩૦ના ઉદયનો ૧-૧ ભાંગો એ પ્રમાણે કુલ વૈ. મનુ. ૩૩ અને આહા. મનુષ્યના કુલ ૨ ભાંગા જાણવા. કારણ કે આહા. મનુ. અને ઉદ્યોતવાળા વૈક્રિય મનુષ્ય ૩૦નો બંધ દેવ પ્રાયોગ્ય જ કરે છે. તે બંધ આહા.દ્વિક સહિત છે. આહા.દ્વિકનો બંધ સાતમા ગુણ.થી જ થાય છે અને સાતમા ગુણઠાણે લબ્ધિ ફોરવે નહિં પરંતુ લબ્ધિ ફોરવી સાતમા ગુણઠાણે આવે તો ત્યાં આહા. દ્વિકનો બંધ ઘટે તેથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા થયેલા જ ઉત્તર વૈક્રિય અને આહા. ના ભાંગા ઘટે માટે આહારકનો ૨૯ અને ૩૦ના ઉદયસ્થાનનો ૧-૧ ભાંગો જાણવો, ઉદ્યોતવાળો વૈ. મ. નો ૩૦નો ૧ ભાગો છે. તેથી કુલ ૭૭૭૬ ઉદયભાંગા થાય છે. (ઉદ્યોતવાળા ૨૮, ૨૯ના વૈ. મનુ.ના ૨, આહા.ના-૫, કેવલીના-૮, કુલ ૧૫ ભાંગા ન ઘટે)
-
(મહેસાણાના છઠ્ઠા કર્મગ્રંથના વિવેચનમાં ૩૦ના બંધમાં ૭૭૭૩ ઉદયભાંગા જણાવ્યા છે. ત્યાં ઉદ્યોતવાળા વૈક્રિય મનુ. ના. ૧ અને આહા. મનુ. ના ૨ ની વિવક્ષા કરી નથી કારણ વૈક્રિય અને આહારક લબ્ધિ પ્રમત્તે ફોરવતા હોવાથી અપ્રમત્તે ૨૫ આદિ ઉદયસ્થાનના ઉદયભાંગા ન ઘટે પરંતુ લબ્ધિવાળાના પર્યાપ્તાવસ્થાના ૨૯ અને ૩૦ ના ઉદયના ઉદયભાંગાની (અપ્રમત્તનો કાળ અલ્પ હોવાથી) વિવક્ષા કરી નથી. એ પ્રમાણે ત્યાં જણાવેલ છે.)
૧૦૪