________________
20 સપ્તતિકા કર્મગ્રંથ
૨૮ના બંધે ૯૩ વિગેરેની સત્તા ન હોવાના કારણોઃ
૯૩ની સત્તામાં જિનનામ છે તે હોય ત્યારે સમ્યગ્દષ્ટિને જિનનામનો બંધ હોય જ તેથી ૯૩ની સત્તામાં ૨૯નું બંધસ્થાન ઘટે પણ ૨૮નું નહિં. તેથી ૨૮ના બંધમાં ૯૩ની સત્તા ન ઘટે તેમજ ૮૦નું સત્તાસ્થાન વૈક્રિય અષ્ટક રહિત છે. ૨૮નો બંધ તો દેવ અને નરક પ્રાયોગ્ય છે તેથી ત્યાં તો વૈક્રિય અષ્ટકની સત્તા અવશ્ય હોય માટે ૮૦નું સત્તાસ્થાન પણ ન ઘટે અને વૈક્રિય ષટ્કની ઉલના કર્યા પછી મનુ.દ્વિકની ઉલના કરે તેથી ૭૮નું સત્તાસ્થાન પણ ન ઘટે અને તે સિવાયના અહીં નહીં ઘટતા સત્તાસ્થાનો ક્ષપક શ્રેણી અને કેવલીના છે માટે તે સત્તાસ્થાનો પણ અહીં ન સંભવે.
(૧) નરક પ્રાયોગ્ય બંધ અપર્યાપ્તાવસ્થામાં ન થાય અને (૨) સંખ્યાત વર્ષના આયુ. મનુ. તિર્યંચ મિથ્યાદષ્ટિ અપર્યાપ્તાવસ્થામાં દેવ પ્રાયોગ્ય બંધ ન કરે પરંતુ યુગ કરે (૩) લબ્ધિ પર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત સમકિતી તિર્યંચ અને મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં દેવ પ્રાયોગ્ય બંધ સંભવે છે. (૪) પર્યાપ્ત મિથ્યા. મનુષ્ય-તિર્યંચ નરક પ્રાયોગ્ય બંધ કરે. (૫) પર્યાપ્ત કે અપર્યાપ્તા સમ્યગદષ્ટિ મનુષ્ય તિર્યંચો દેવ પ્રાયોગ્ય બંધ કરે તેથી સા. તિર્યંચના અને સામાન્ય મનુષ્યના ૨૧/૨૬/૨૮/૨૯ના તથા ઉદ્યોતના ઉદયવાળા અપર્યાપ્તાવસ્થાના તિર્યંચના ૩૦ના ઉદયસ્થાનના ઉદયભાંગે ૯૨ અને ૮૮ એ બે જ સત્તાસ્થાન સંભવે. ૮૬ વિગેરે સત્તાસ્થાન એકે.માંથી આવેલાને હોય તે ન ઘટે તથા ૩૦ અને ૩૧ના ઉદયસ્થાને જે પર્યાપ્તાના ભાંગા છે તેમાં સમકિતી અને મિથ્યાત્વી બન્ને હોય છે. કારણ મિથ્યાત્વી પર્યાપ્તાવસ્થામાં દેવ પ્રાયોગ્ય અને નરક પ્રાયોગ્ય બંધ કરે છે.
તેથી કોઈ જીવ એકેન્દ્રિયમાંથી વૈક્રિય-અષ્ટકની ઉલના કરીને ૮૦ની સત્તાવાળો મનુષ્ય કે તિર્યંચમાં આવે ત્યારે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સ્વર સહિત ૩૦નો ઉદય હોય ત્યારે વૈક્રિય ચતુષ્ક, દેવદ્ધિક અથવા નરકદ્ધિક બાંધે છે એટલે ૩૦ અને ૩૧ના ઉદયમાં ૮૬નું સત્તાસ્થાન પણ સંભવે.
તેમજ કોઈ મનુષ્ય પૂર્વે નરકાયુ બાંધી પછી ક્ષાયો. સમ્યક્ત્વ પામી જિનનામ બાંધે ત્યારબાદ નરકમાં જતી વખતે અંતર્મુહૂર્ત પહેલા મિથ્યાત્વે આવે ત્યારે ત્યાં નરકપ્રાયોગ્ય ૨૮નો બંધ કરે. ત્યારે ૮૯ની સત્તા હોય છે તેથી સામા. મનુષ્યના ૩૦ના ઉદયસ્થાનમાં ૮૯નું સત્તાસ્થાન પણ સંભવે તેથી ૩૦ના ઉદયમાં ૯૨/૮૯/૮૮/૮૬ એ ૪ સત્તાસ્થાન અને ૩૧ ના ઉદયમાં ૯૨/૮૮/૮૬ એ ત્રણ સત્તાસ્થાન હોય છે અને વૈક્રિય તિર્યંચ અને વૈ. મનુષ્યને ૯૨/૮૮ એ બે સત્તાસ્થાન પૂર્વે જણાવ્યા મુજબ જાણવા તથા આહારક મનુષ્યને એક ૯૨ નું જ સત્તાસ્થાન ઘટે છે કારણ તેને આહારકની સત્તા અવશ્ય હોય છે.
૮૨