________________
નામકર્મનાં ઉદયસ્થાનક
તીર્થંકર કેવલીને તેમાં જિનનામ ઉમરેવાથી ૨૧ નો ઉદય થાય તેમાં ૧ ભાંગો હોય, કાર્મણ કાયયોગના વ્યાપાર વખતે કેવલી સમુદ્ધાતમાં ૩-૪ અને ૫મા સમયે હોય.
પૂર્વોક્ત ૨૦ અને ૨૧ પ્રકૃતિમાં (૧) ઔદારિક શરીર (૨) ઔદારિક અંગોપાંગ (૩) છમાંથી એક સંસ્થાન (૪) વજ્રૠષભનારાચ સંઘયણ (૫) પ્રત્યેક અને (૬) ઉપઘાત એ છ ઉમેરવાથી સામાન્ય કેવલીને ૨૬નું ઉદયસ્થાન અને તીર્થંકર કેવલીને ૨૭ નું ઉદયસ્થાન કેવલી સમુદ્ધાતમાં ૨/૬/૭ માં સમયે ઔદારિક મિશ્રયોગમાં વર્તતા હોય ત્યારે ઘટે છે.
સામાન્ય કેવલીને ૨૬ના ઉદયસ્થાનમાં ૬ માંથી કોઈપણ ૧ સંસ્થાન ઉદયમાં હોવાથી ૬ ભાંગા ઘટે.
તીર્થંકર કેવલીને સમચતુરસ્ર સંસ્થાન જ હોય તેથી ૨૭ ના ઉદયે ૧ ભાંગો થાય.
પૂર્વોક્ત ૨૬ અને ૨૭ માં (૧) પરાઘાત (૨) શ્વાસોશ્વાસ (૩) બેમાંથી એક વિહાયોગતિ અને (૪) બેમાંથી એક સ્વર એ ચાર પ્રકૃતિ ઉમેરવાથી સામાન્ય કેવલીને ૩૦ નું ઉદયસ્થાન અને તીર્થંકર કેવલીને ૩૧ નું ઉદયસ્થાન ઘટે છે. તે બન્ને ઉદયસ્થાન કેવલી સમુદ્ધાતમાં ૧/૮ માં સમયે ઔદારિક કાયયોગમાં વર્તતા હોય ત્યારે અને સંપૂર્ણ શરીરસ્થ (ભવસ્થ) હોય ત્યારે પણ તેરમા ગુણ. માં હોય છે.
સામાન્ય કેવલીને ૩૦ ના ઉદયસ્થાનના ૬ સંસ્થાન × ૨ વિહાયોગતિ × ૨ સ્વર = ૨૪ ભાંગા હોય છે.
તીર્થંકર કેવલીને ૩૧ના ઉદયનો ૧ ભાંગો હોય કારણ કે બધી પ્રકૃતિઓ શુભ હોય.
પૂર્વોક્ત ૩૧ અને ૩૦માંથી સ્વરનો રોધ કરે ત્યારે તીર્થંકર કેવલીને ૩૦નો ઉદય અને સામાન્ય કેવલીને ૨૯નો ઉદય હોય છે.
સામાન્ય કેવલીને ૨૯ના ઉદયસ્થાનના ૬ સંસ્થાન × ૨ વિહાયોતિ
છે અને તીર્થંકર કેવલીને સ્વરનિરોધે ૩૦ના ઉદયે ૧ ભાંગો હોય.
=
૧૨ ભાંગા હોય
ઉપર જણાવેલી ૩૦ અને ૨૯માંથી શ્વાસોશ્વાસ રૂંધે ત્યારે તીર્થંકર કેવલીને ૨૯નો ઉદય અને સામાન્ય કેવલીને ૨૮નો ઉદય હોય છે.
સામાન્ય કેવલીને ૨૮ના ઉદયસ્થાનના ૬ સંસ્થાના × ૨ વિહાયોગતિ = ૧૨ ભાંગા હોય છે અને તીર્થંકર કેવલીને ૨૯ના ઉદયે ૧ ભાંગો હોય.
૬૧
ત્રણ યોગનો રોધ કરી અયોગી થાય ત્યારે સામાન્ય કેવલીને ૮ નો ઉદય અને તીર્થંકર કેવલીને ૯ નો ઉદય હોય છે.