________________
called the analdsı săzie Brochure (૧૩) તિર્યંચગતિ
(૧૮) પર્યાપ્તા-અપર્યાપ્તા (૧૪) તિર્યંચાનુપૂર્વી
(૧૯) સુભગ-દુર્ભગ (૧૫) પંચેન્દ્રિયજાતિ
(૨૦) આદેય-અનાદેય (૧૬) ત્રસ
(૨૧) યશ-અપયશ લબ્ધિ અપર્યાપ્તાને વિકલ્પવાળી બધી અશુભ જ ઉદયમાં હોય છે. અને પર્યાપ્તાને સુભગઆદેય-યશ એ ત્રણ પ્રતિપક્ષી ઉદયમાં હોય છે. તેથી
૨૧ ના ઉદયસ્થાનના ૯ ભાંગા નીચે પ્રમાણે થાય છે. (૧) પર્યાપ્ત સૌભાગ્ય આદેય યશ (૫) પર્યાપ્ત દૌર્ભાગ્ય આદેય યશ (૨) પર્યાપ્ત સૌભાગ્ય આદેય અપયશ (૬) પર્યાપ્ત દૌભગ્ય આદેય અપયશ (૩) પર્યાપ્ત સૌભાગ્ય અનાદેય યશ (૭) પર્યાપ્ત દૌર્ભાગ્ય અનાદેય યશ (૪) પર્યાપ્ત સૌભાગ્ય અનાદેય અપયશ (૮) પર્યાપ્ત દૌર્ભાગ્ય અનાદેય અપયશ
(૯) અપર્યાપ્ત દૌર્ભાગ્ય અનાદેય અપયશ ર૬નું ઉદયસ્થાન ઉત્પત્તિસ્થાનના પ્રથમ સમયથી હોય છે.
પૂર્વોક્ત ૨૧માં (૧) ઔદારિક શરીર (૨) ઔદારિક અંગોપાંગ (૩) ૬ સંઘયણમાંથી ૧ સંઘયણ (૪) ૬ સંસ્થાનમાંથી એક સંસ્થાન (૫) ઉપઘાત (૬) પ્રત્યેક એ છ ઉમેરવાથી અને આનુપૂર્વી કાઢવાથી ર૬નું ઉદયસ્થાન થાય છે.
૨૬ના ઉદયસ્થાનમાં અપર્યાપ્તા નામ વાળાને વિકલ્પવાળી બધી અશુભ ઉદયમાં હોવાથી તેનો ૧ ભાંગો અને પર્યાપ્તા નામ. વાળાને ૬માંથી ૧ સંઘયણ, ૬માંથી ૧ સંસ્થાન અને સુભગ, આદેય અને યશ પ્રતિપક્ષી ઉદયમાં હોઈ શકે છે. તેથી તેના ૨૮૮ ભાંગા નીચે પ્રમાણે થાય છે. સંઘયણ સંસ્થાન સુભગ-દુર્ભગ આદેય-અનાદેય યક્ષ-અપયશ ૬ x ૬ x ૨ x ૨ x ૨ = ૨૮૮
ર૬ના ઉદયસ્થાનના પર્યાપ્તના ૨૮૮ + ૧ અપર્યાપ્તાને તેથી કુલ ભાંગા ૨૮૯ થાય છે. લબ્ધિ અપ. ને બધી વિકલ્પવાળી અશુભ ઉદયમાં હોય છે માટે.
૨૮નું ઉદયસ્થાન લબ્ધિ પર્યાપ્તાને શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને હોય છે.
પૂર્વોક્ત ૨૬ માં (૧) પરાઘાત (૨) બેમાંથી એક વિહાયોગતિ ઉમેરવાથી ૨૮નું ઉદયસ્થાન થાય છે.
૫૬