________________
હર્ષ સપ્તતિકા કર્મગ્રંથ હe
વૈક્રિય તિર્યંચને સંઘયાગનો ઉદય હોય નહિ. તેથી ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ એ પાંચ ઉદયસ્થાનો વૈક્રિય તિર્યંચને હોય છે.
વૈક્રિય તિર્યંચને સુભગ-આદેય-યશ એ ત્રણ જ પ્રતિપક્ષી ઉદયમાં હોય છે. બાકીની જે પ્રતિપક્ષ પ્રકૃતિ હતી તે શુભ જ હોય છે. જેમ કે સમચતુરસ સંસ્થાન, શુભ વિહાયોગતિ, સુસ્વર આ શુભ પ્રવૃતિઓ જ વૈક્રિયતિર્યંચને ઉદયમાં હોય પરંતુ તેની પ્રતિપક્ષ અશુભ પ્રકૃતિઓ ઉદયમાં ન હોય. તેથી ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે. સામાન્ય તિર્યંચ
વૈકિય તિર્યંચ ભાંગા ૨૬ ના ઉદયસ્થાનના સ્થાને ૨૫ નું ઉદયસ્થાન ૨૮ ના ઉદયસ્થાનના સ્થાને ૨૭ નું ઉદયસ્થાન ૨૯ ના ઉદયસ્થાનના સ્થાને ૨૮ નું ઉદયસ્થાન થાસો. ૮)
ઉધોત. ૮૧૬
૪૨
૩૦ ના ઉદયસ્થાનના સ્થાને ૨૯ નું ઉદયસ્થાન સ્વર. ૮ ,
ઉધોત. ૮૧૬ ૩૧ ના ઉદયસ્થાનના સ્થાને ૩૦ નું ઉદયસ્થાન
વૈકિય તિર્યચના કુલ પ૬ ઉદયભાંગા થાય એકેન્દ્રિયના વિકસેન્દ્રિયના સામાન્ય તિર્યંચના ૪૯૦૬ વૈકિય તિર્યંચ
૫૬ તિર્યંચને કુલ ૫૦૭૦ ઉદયભાંગા છે. સામાન્ય મનુષ્યના (ઉદયસ્થાન :- ૨૧નું, ર૬નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું)
સામાન્ય મનુષ્યના ભાંગા તથા ઉદયસ્થાનો સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચની જેમ જાણવા. તફાવત એટલો કે તિર્યંચના ૨૯/૩૦/૩૧ ના ઉદયમાં જે ઉદ્યોતનો ઉદય છે તે મનુષ્યને ન હોય. તેથી તેના ભાંગા બાદ કરવા તેમજ ૩૧નું ઉદયસ્થાન ઉદ્યોત સહિત છે. માટે તે ન ઘટે. કારણ કે ઉદ્યોતનો ઉદય સંયમીને જ હોય અને તે પણ વૈક્રિય કે આહારક શરીરને વિશે હોય છે. મનુષ્યને મૂળ શરીરમાં ઉદ્યોતનો ઉદય ન હોય.
ઉદયસ્થાનમાં પ્રકૃતિઓ સામાન્ય તિર્યંચમાં કહ્યા મુજબ જાણવી. ફક્ત તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વીના સ્થાને મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી જાણવી.
૫૮