________________
૩૭૮
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬
રત્નાકરાવતારિકા फले साधकतमत्वात् प्रमाणान्तरमस्तु ।
ટીકાનુવાદ - આ સૂત્રમાં આપેલાં ત્રણ ઉદાહરણોમાંથી પ્રથમનાં બે ઉદાહરણો તિર્યક્ષામાન્યનાં છે અને છેલ્લું ત્રીજું ઉદાહરણ ઉર્ધ્વતાસામાન્યનું છે.
પ્રશ્ન :- તિર્યકસામાન્યનાં બે ઉદાહરણો બતાવવાની શી જરૂર છે ?
ઉત્તર :- અહીં “આ સર્વે ગાયોનો પિંડ તેની જ જાતિનો છે” અર્થાત્ સર્વે ગાયો ગાયપણે એક જ જાતીય છે. આવા પ્રકારનું તિર્થસ્સામાન્યનું આ પ્રથમ ઉદાહરણ બતાવવા છતાં પણ “ગાયના સરખું હોય તે ગવય કહેવાય છે' આવા પ્રકારનું તે જ જગ્યાએ (એટલે કે તિર્યક્ષામાન્યના જ પ્રસંગમાં) જે બીજુ ઉદાહરણ કહેવાયું છે તે તૈયાયિકોના કદાગ્રહને ભાંગવા માટે કહ્યું છે. કારણ કે “ગાયના સરખું જે પ્રાણી છે તેને ગવય કહેવાય છે.” આ જ્ઞાનને તે તૈયાયિકો ભિન્ન પ્રમાણ રૂપે “ઉપમાન પ્રમાણ” કહે છે. અર્થાતું આ જ્ઞાન પ્રત્યભિજ્ઞાન જ હોવા છતાં નૈયાયિકો તેને ઉપમાન પ્રમાણ કહેવાનું અભિમાન રાખે છે. પરંતુ તૈયાયિકોનું તે અભિમાન અયોગ્ય વિધાનવાળું છે. એટલે કે આવું કથન કરવું તે ઉચિત નથી. કારણ કે -
જેમ ગાય-ગાય વચ્ચે સમાનતા બતાવાય છે તેને સંકલનાત્મકજ્ઞાન હોવાથી પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. તેવી જ રીતે “ગાય અને ગવય” વચ્ચે પણ સદશતા બતાવનારું આ જ્ઞાન સંકલનાત્મક જ છે માટે પ્રત્યભિજ્ઞાન જ કહેવાય છે. જો આવા જ્ઞાનને પ્રત્યભિજ્ઞાનથી જુદુ પાડી “ઉપમાન” નામનું પ્રમાણાન્તર માનવામાં આવે તો “ગાયથી વિસદશ જે પ્રાણી તે મહિષ છે” આ જ્ઞાનને પણ પ્રત્યભિજ્ઞાન અને ઉપમાનથી કોઈ જુદુ જ પ્રમાણાન્તર માનવાની આપત્તિ આવશે. અને આ રીતે જો ભિન્ન-ભિન્ન પ્રમાણો કલ્પીએ તો પ્રમાણોની પ્રતિનિયત સંખ્યાનો વિચ્છેદ થઈ જાય અને અસંખ્યપ્રમાણો બની જાય.
નૈયાયિક :- હવે કદાચ તૈયાયિક પોતાના માનેલા ઉપમાન પ્રમાણને સાબિત કરવા અહીં આવી દલીલ કરે કે - સામે દેખાતા ગવય નામના પ્રાણીમાં ગાયની સદશતાનું અને તેનાથી “આ ગવય જ છે” એવું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન ચક્ષુરાદિઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાનનું ફળ હોવા છતાં પણ (એટલે કે પ્રત્યક્ષજ્ઞાન વડે જણાતું હોવા છતાં પાણ) સંજ્ઞા અને સંજ્ઞીના સંબંધની પ્રતીતિ થવા રૂપ ફળી (ઉપમાન વિના) બીજાં કોઈ પણ પ્રમાણોથી અસાધ્ય હોવાના કારણે અને તેમાં (ઉપમાન જ) સાધકતમ કારણ હોવાથી ત્યાં ઉપમાનતા નામનું જ પ્રમાણ સ્વીકારાય છે.
સામે દેખાતુ ગવય પ્રાણી જે શરીરરૂપ પિંડકાર તે સંજ્ઞી અને તેનું “ગવય” એવું જે નામ તે સંજ્ઞા. આ બન્નેનો જે સંબંધ કર, જે સામે શરીર દેખાય છે તે ગવય જ છે. અને જે ગવાય નામ બોલાય છે તે જ આ પ્રાણી છે. ઈત્યાદિ સંજ્ઞા અને સંજ્ઞીનો પરસ્પર જે સંબંધ કરવા રૂપ ફળ છે તે ઉપમાન વિના અન્ય પ્રત્યક્ષાદિ પ્રમાણોથી અસાધ્ય છે. કારણ કે ચક્ષુથી પ્રાણી દેખી શકાય છે. પરંતુ તે પ્રાણીનું આ જ નામ છે એવો સંબંધ ચાક્ષુષ પ્રત્યક્ષ આદિ કરાવી શકતું નથી. માટે અગલ ઉપમાન પ્રમાણ માનવું જોઈએ.
ઉત્તર :- ટીકાકારશ્રી ઉત્તર આપે છે કે જો એમ હોય તો સામે દેખાતા મહિષમાં “આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org