________________
૭૨૨
રત્નાકરાવતારિકા
સામાન્યના બીજા ભેદનું વર્ણન દૂર કરાય છે એમ તમે જૈનો જે માનો છો અને ત્યાં અમે તમને દોષ આપીએ છીએ કે મુગરાદિ વડે કરાયેલો આ નાશ ઘટાદિથી પૃથભૂત છે કે અપૃથભૂત છે ? ઈત્યાદિમાં જેમ હેતુની વ્યર્થતા વિગેરે દોષો અમારા વડે પૂર્વે કહેવાયા છે. એવી જ રીતે મુ દ્રિવત્ મુદ્રાદિની જેમ જ મનેન = આ ઘટાભાવ વડે પણ નારોત્યાન દ્વારા = નાશ ઉત્પન્ન કરવા દ્વારા ઘાટ્રિબ્યુનીયા = ઘટાદિ પદાર્થો દૂર કરાય છે એવો જ અર્થ થયો તથા ૨ = તેમ થવાથી મુગરાદિ વડે કરાયેલા નાશમાં અમે જે પૃથભૂત - અપૃથભૂતના પ્રશ્નો કર્યા હતા અને તમે જે પક્ષ સ્વીકારો તેમાં દોષો આપ્યા હતા. મયમેવ ર્યનુયોગ = એ જ પ્રશ્નાવલિ નારો ઘટાભાવ વડે કરાતા નાશમાં પણ થવાની છે. જેમ મુગરાદિ વડે કરાતો નાશ (અભાવ) એ ઘટાદિનો નાશક હોવાથી ઘટાદિનું ઉન્મેલન કરે છે. તેવી રીતે આ ઘટાભાવ વડે કરાતો જે નાશ એ પણ નાશક હોવાથી ઘટાદિનું ઉન્મેલન કરે છે. તથા તેવી જ રીતે આ નાશ એ પાગ અભાવાત્મક અને નાશક હોવાથી બીજો નાશ ઉત્પન્ન કરવા દ્વારા જ ઘટાદિનું ઉમૂલન કરશે, તેવી જ રીતે બીજો આવેલો નાશ પણ અભાવાત્મક અને નાશક હોવાથી ત્રીજા નાશને કરવા દ્વારા જ ઘટાદિનું ઉમૂલન કરશે. એમ પ્રત્યેક નાશ નવા નવા નાશ કરવા દ્વારા જ ઘટાદિનું ઉમૂલન કરશે. આમ માનવાથી ન રોકી શકાય એવી અનવસ્થાની આપત્તિ આવશે.
હવે ઉપરના દોષમાંથી બચવા તમે કદાચ એમ કહો કે ઘટાભાવ એ ઘટનો વિરોધી છે. તેનો અર્થ એ છે કે આ ઘટાભાવ એ ઘટનો નાશક છે એમ નહીં પરંતુ ઘટના નાશસ્વરૂપ જ છે. અર્થાત્ આ ઘટાભાવ ઘટના નાશાત્મક છે. એમ બીજો પક્ષ જો કહેશો તો એટલે સારાંશ કે ઘટાભાવ એ નાશને ઉત્પન્ન કરે છે એમ નહીં પરંતુ ઘટાભાવ પોતે જ ઘટના નાશસ્વરૂપ છે એમ જ કહેશો તો આ નાશાત્મક ઘટાભાવ એ ઘટથી પૃથભૂત છે ? કે અપૃથભૂત છે ? એવા અમે કહેલા બે પક્ષોમાંથી અમૃથભૂતમાં કારણોની વ્યર્થતાનો દોષ અમે જણાવેલ હોવાથી તમે પૃથભૂતવાળો પક્ષ લીધેલો છે. હવે જો નાશસ્વરૂપ એવો આ ઘટાભાવ ઘટથી પૃથભૂત હોય તો પટાદિથી પાણ પૃથભૂત જ છે. તે અભાવમાં જેવું પટાદિ ઈતર પદાથોંથી પૃથભૂતપણું (અર્થાન્તરપણું - ભેદપણું) છે. તેવું જ ઘટથી પૃથભૂતપણું = અર્થાન્તરપણું પાણ સમાન જ છે. એમ મન્તરત્નાવિરોષાત્ = પૃથભૂતપણું એકસરખું સમાન હોવાથી મસ આ નાશ વ = ઘટનો જ કર્યું સ્થાત્ = કેમ કહેવાય ? પૃથભૂતતા સમાન હોવાથી આ નાશ આવે ત્યારે જો કુટાદિ (ઘટાદિ)નો નાશ થાય તો પટાદિનો પણ નાશ થવો જોઈએ, અને જો પટાદિનો નાશ ન થાય તો ઘટાદિનો પણ નાશ ન થવો જોઈએ. કુટાદિનો જ નાશ થાય અને અન્યનો નાશ ન જ થાય એમ કેમ કહેવાય છે ? જેમ કુટાદિનો નાશ થાય તેવી જ રીતે અન્યનો પણ નાશ કેમ કહેવાતો નથી ?
અમારા આ પ્રશ્નના ઉત્તરમાં કદાચ જૈનો પોતાના તરફથી આવો બચાવ કરે કે તત્સધિત્વેની રાિિત વેત્ જે નાશ કરાય છે તે ઘટાદિના સંબંધી તરીકે કરાય છે. પરંતુ પટાદિના સંબંધી તરીકે કરાતો નથી. માટે ઘટાદિનો જ નાશ થાય છે. પરંતુ પટાદિનો નાશ થતો નથી. જેમ ગવાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org