________________
રત્નાકરાવતારિકા સામાન્યના બીજાભેદનું વર્ણન
૭૨૪ માનવામાં વિરોધ દોષ રૂપ અવરોધ (બાધા) નક્કી આવે જ છે. કાં તો ભેદ હોય, અથવા કાં તો અભેદ હોય, પરંતુ કથંચિ અભેદ માનવો એ તો માતા ની જેમ વિરોધી જ છે. તિ નાતોરાતઃ ઉપર કરેલી લાંબી લાંબી ચર્ચા પ્રમાણે મુગરાદિ એ ઘટના નાશનાં કારણો હોય એમ ન ઘટતું હોવાથી વસ્તુનાં સર્વ વસ્તુઓ તે પ્રતિ = વિનાશ પામવામાં અનપેક્ષત્વ = કોઈ પણ (મુર્ગારાદિ) ની અપેક્ષા રાખતા નથી. પરંતુ ઉત્પત્તિસમયે જ વિનશ્વર સ્વભાવવાળી જ જન્મેલી હોવાથી બીજા જ સમયે સ્વયં જ નાશ પામે છે. તેથી સર્વ વસ્તુઓ ક્ષણિકમાત્ર જ છે. એમ સિધ્ધ થયું. આ પ્રમાણે બૌધ્ધ કરેલો પૂર્વપક્ષ અહી સમાપ્ત થાય છે.
तदेतदेतस्य समस्तमुत्पादेऽपि समानं पश्यतः प्रध्वंस एव पर्यनुयुञानस्य लुप्तैकलोचनतामाविष्करोति । तथाहि उत्पादहेतुरपि सत्स्वभावस्य, असत्स्वभावस्य वा भावस्योत्पादक: स्यात् ? । न सत्स्वभावस्य, तस्य कृतोपस्थायितप्रसङ्गात् । नाप्यसत्स्वभावस्य, स्वभावस्यान्यथाकर्तुमशक्तेः, अभ्युगमविरोधाच्च । न ह्यसत्स्वभावजन्योत्पादकत्वमिष्यते त्वया । अथानुन्पन्नस्यासत्त्वादुत्पन्नस्य सत्स्वभावत्वाद् व्यर्थो विकल्पयुगलोपन्यासपरिश्रम ईति चेत्, नैवम्, नष्टेतरविकल्पापेक्षयाऽस्य नाशेऽपि तुल्यत्वात् । तथा च
भावो भवत्स्वभावश्चेत्, कृतमुत्पादहेतुंभिः ।
अथाभवत्स्वभावोऽसौ, कृतमुत्पादहेतुभिः ॥१॥ | સર્વ પદાર્થો પોતાની ઉત્પત્તિમાં અને પોતાના વિનાશમાં નિમિત્ત કારણોની અપેક્ષા રાખે છે છે. નિમિત્તકારણોના સહકારથી જ પદાર્થની ઉત્પત્તિ અને નાશ થાય છે. છતાં નાશ એ નિમિત્ત વિના જ થાય છે. નિર્દેતુક જ નાશ થાય છે આવું બૌધ્ધ માને છે. તેથી જ તે બૌધ્ધોએ નાશને નિહેતુક સિધ્ધ કરવા માટે ઉપરોકત લાંબી લાંબી ચર્ચા કરી છે. પરંતુ નાશને નિહેતુક સિધ્ધ કરવામાં જે જે દલીલો તેઓએ કરી છે. તે તમામ દલીલો ઉત્પાદમાં પણ સમાન જ છે. છતાં ઉત્પાદન સહેતુક માનતો અને નાશને નિહેતુક માનતો આ બૌધ્ધ જાણે એક આંખે કાણો જ હોય એમ લાગે છે. એવો ઉત્તર આચાર્યશ્રી આપે છે. તે આ પ્રમાણે - ત] = આ બૌધ્ધદર્શનનું તતત્સમસ્ત નાશને નિહેતુક માનવા વાળું તે આ સમસ્ત કથન, ઉત્પાત્રેડપિ ઉત્પત્તિમાં પણ સમાનં પતઃ સમાન જ છે. (નાશને સહેતુક માનનારાને હું જે જે દોષો આપું છું. તે સમસ્ત દોષો ઉત્પત્તિને હું સહેતુક માનતો હોવાથી મને પણ આવશે જ) એવું સાક્ષાત્ દેખવા છતાં પણ પ્રધ્વસ ઈવ વર્ષનુયુગ્મીની વિનાશમાં જ આવા એકાન્ત દષ્ટિના પક્ષો પાડી પાડીને પ્રશ્નો કરનારા બૌધ્ધનું તે આ સમસ્ત કથન તેની એક આંખની લુપ્તતાને જ જગાવે છે. જાણે તે એક જ આંખે દેખતો હોય અને બીજી આંખે કાણો જ હોય એમ સાબિત થાય છે. તે આ પ્રમાણે - હે બૌધ્ધ ! પદાર્થની ઉત્પત્તિ સહેતુક છે એમ તમે માનો છો. ત્યાં અમે તમને પુછીએ છીએ કે દંડ-ચક્ર-ચીવરાદિ હેતુઓ દ્વારા મૃદાદિમાંથી ઉત્પન્ન થતો એવો ઘટ શું સસ્વભાવ વાળો છે ? એટલે મૃદાદિ ઉપાદાનકારણમાં વિદ્યમાન સ્વભાવવાળા ઘટાદિ પદાર્થના આ ઉત્પાદહેતુઓ ઉત્પાદક બને છે કે મૃદાદિ ઉપાદાનકારણમાં અવિદ્યમાન સ્વભાવવાળા ઘટાદિ પદાર્થના આ હેતુઓ ઉત્પાદક બને છે ? ન સત્યમવર્ણ, મૃદાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org