Book Title: Ratnakaravatarika Part 2
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 400
________________ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮ રત્નાકરાવતારિકા ૭૩૫ = ત્યારે કાર્ય કરે છે. આવા પ્રકારનો બચાવ નૈયાયિક જો કરે તો અમે જૈનો તેઓને પુછીએ છીએ કે યમપેક્ષા નામ = આ અપેક્ષા એ શું છે ! ( १ ) किं तैरुपकृतः करोतीत्युपकारभेदः તે સહકારી કારણો વડે ઉપકૃત થયેલો (ઉપકાર પામેલો-સંસ્કારિત કરાયેલો) એવો પદાર્થ કાર્ય કરે છે ? પૃથ્વી-પાણી-અને પવનાદિ વડે સંસ્કારિત કરાયેલું એવું બીજ અંકુરા ઉત્પાદનનું કાર્ય કરે છે ! એમ બીજ આદિ ઉપાદાન કારણમાં ઉપકાર થવા વાળો ભેદ (પક્ષ) કહો છો ? કે (૨) ×િ વા તે સહ રોતીત્યન્વયપર્યવસાયી સ્વમાવમેટ્ઃ = અથવા શું તે સહકારી કારણો સાથે મળીને ઉપાદાન કારણ કરે છે ? પૃથ્વી-પાણી-પવનાદિની સાથે મળીને ઉપાદાન કારણ કાર્ય કરે છે ? પૃથ્વી-પાણી-પવનાદિની સાથે મળીને બીજ અંકુરાને ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે ? એમ અન્વયમાં પર્યવસાન પામનાર = અર્થાત્ વિધિમુખવાળો શું તમે સ્વભાવભેદ માનો છો ? જે બીજમાં પૂર્વકાલમાં સહકારીઓની અવિદ્યમાનતામાં કાર્ય ન કરવાનો સ્વભાવ હતો, પરંતુ સહકારી આવવાથી કાર્ય કરવાનો સ્વભાવ થયો એમ સ્વભાવ બદલાઈ જવા રૂપ સ્વભાવભેદ બીજુંમાં થાય છે એમ તમારૂં કહેવું છે ? આ પક્ષ અન્વયવાળો છે. પ્રથમપક્ષમાં સંસ્કારિત થયેલું બીજ હોય તો કાર્ય થાય, અને આ બીજા પક્ષમાં સહકારી કારણો સાથે મળેલું બીજ હોય તો કાર્ય કરે છે. એમ બીજામાં અન્વયાત્મક રૂપે વિધિરૂપે ઉલ્લેખ છે. (૩) અથવા અન્ય તૈવિના નરોતીતિ વ્યતિરેઋનિષ્ઠ સ્વરૂપમ્ = તે સહકારી કારણો વિના ઉપાદાન કારણ કાર્ય કરતું નથી. એમ વ્યતિરેકયુકત = નિષેધમુખે વસ્તુનુ સ્વરૂપ છે ? (૪) યા સહજારિજી સત્તુોતિ, तद्विरहे तु न करोतीति तद्वयावलम्बि वस्तुरूपम् અથવા સહકારી કારણો હોતે છતે ઉપાદાન કારણ કાર્ય કરે છે અને સહકારી કારણોના વિરહમાં ઉપાદાન કારણ કાર્ય કરતું નથી. એમ અન્વય તથા વ્યતિરેક તે બન્નેના અવલંબનવાળું વસ્તુનું સ્વરૂપ છે ! હે નૈયાયિકો ! કહો કે આ ચાર પક્ષોમાંથી તમે સમર્થ એવો પદાર્થ સહકારી કારણોની અપેક્ષા રાખે છે એમ માનો છો તેમાં કયો પક્ષ સ્વીકારો છો ! = - ' तत्र प्राच्यः प्रकारस्तावदसारः, अनवस्थाराक्षसीकटाक्षितत्वात्, तथाहि - उपकारेऽपि कर्तव्ये सहकार्यनन्तरमपेक्षणीयम्, उपकरणीयं च तेनापीत्युपकारपरम्परा समापततीत्यनवस्था । तथाऽमी उपकारमारभमाणा भावस्वभावभूतम्, अतत्स्वभावं वाऽऽरभेरन् । स्वभावभूतोपकारारम्भभेदे भावस्याप्युत्पत्तिरापतति । न ह्यनुत्पद्यमानस्योत्पद्यमानः स्वभावो भवति, विरुद्धधर्माध्यासात् । द्वितीयपक्षे तु धर्मिणः किमायातम् ? न ह्यन्यस्मिन् जाते नष्टे बाऽन्यस्य किश्चिद् भवति, अतिप्रसङ्गात्, अथ तेनापि तस्य किञ्चिदुपकारान्तरमारचनीयमित्येषा पराऽनवस्था । Jain Education International નિત્ય સમર્થ એવો પદાર્થ કાર્યોત્પત્તિમાં સહકારી કારણોની અપેક્ષા રાખે છે આવા પ્રકારના તમારા પક્ષમાં અપેક્ષાના ઉપરોકત ચાર વિકલ્પોમાંથી જો પ્રથમ પ્રકાર કહો તો તે સારભૂત નથી. કારણ કે તે માનવામાં અનવસ્થારૂપી રાક્ષસી વડે તમે કટાક્ષો પૂર્વક પકડાયેલા છો. અર્થાત્ તમારી વાત અનવસ્થાના દોષથી દૂષિત છે. તે આ પ્રમાણે - બીજ અંકુરા ઉત્પાદનનું જે કાર્ય કરે છે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418